સમય ક્રાંતિ ન્યૂઝ..
કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા કન્સ્ટ્રકશન ઓફ સતોલા એપ્રોચ રોડ પર સ્લેબ ડ્રેઈન બનાવવાનું કામ તા.નિઝર જિ.તાપી કિ.મી.૨/૦ થી ૨/૨૦ રસ્તા પર હયાત કોઝવે નું સ્થાન પ્રગતિ હેઠળ છે. હાલ ચોમાસાની સિઝન હોઈ સદરહુ ખાડીમાં પુરનું પાણી વધુ પ્રમાણમાં આવતુ હોઈ હાલનું કામચલાઉ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.
જેથી સદર રસ્તો બંધ રાખવા અને અન્ય વૈકલ્પિક રસ્તા પરથી ડાયવર્ઝન આપવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ જેને પોલીસ અધિક્ષકશ્રી તાપી દ્વારા તપાસ કરી વૈકલ્પિક મમાર્ગનો રૂટ બરાબર હોવાથી ટ્રાફિક ડાયવર્ઝન કરવા અંગેનું જાહેરનામુ બહાર પાડવા અભિપ્રાય આપેલ છે.
નિઝર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટના અહેવાલ માં જણાવ્યાનુસાર સતોલા તા.કુકરમુંડા ખાતે સતોલા અને બાલ્દા ગામને જોડતા એપ્રોચ રોડ પર આવેલ લોકલ ખાડીના કોઝવેની જગ્યાએ સ્લેબ ડ્રેઈન બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ હોઈ સતોલા ગામના એપ્રોચ રોડને ડાયવર્ઝન આપવા માટે (૧) ભમશાળ એપ્રોચ રોડ (૨) ભમશાળથી હોલ એપ્રોચ રોડને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લેવા મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.બોરડ દ્વારા ડાયવર્ઝન આપવા હુકમ કરાયો છે.
આ જાહેરનામુ તા.૦૧/૦૭/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.