મતદાનના દિવસે ઔદ્યોગિક-વ્યાપારિક એકમો, દુકાનદારોએ તેમના ત્યાં નોકરી કરતા શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

આગામી તા.૭મી મે ના રોજ લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. મતદાનના દિવસે દરેક વ્યકિત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે તેવા શુભ આશય સાથે કોઈપણ વ્યાપાર, ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમો કે કોઈપણ સંસ્થામાં નોકરી કરતા કામદારોને સવેતન રજા મળશે.

ગુજરાત દુકાનો અને વાણિજ્ય સંસ્થા અધિનિયમ- ૨૦૧૯, કારખાના અધિનિયમ -૧૯૪૮ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ -૧૯૯૬ તથા કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ -૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા -૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) ની જોગવાઇ અનુસાર સવેતન રજા આપવાની રહેશે તથા શ્રમયોગીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો/શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુક્શાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમય દરમ્યાન ત્રણથી ચાર ક્લાકના સમયગાળામાં વારા-ફરતી સવેતન રજા આપવાની રહેશે.

જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇને વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉક્ત અધિનિયમની જોગવાઇઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે મતદાન કરવા માટેની રજા ન મળે તે કિસ્સામાં જિલ્લાના નોડલ અધિકારીશ્રી – માઇગ્રેટરી ઇલેક્ટર્સનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. લેબર ઓફિસર, સરકારી શ્રમ અધિકારીની કચેરી, વ્યારા-તાપી (02626) 221070 સંપર્ક કરવા નોડલ ઓફિસર – માઈગ્રેટરી ઈલેક્ટર્સ અને સરકારી શ્રમ અધિકારી તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts
વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયત કચેરીમાં મોટો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ડુપ્લીકેશન કરવામાં આવ્યા Read more

જિલ્લા પંચાયત તાપી દ્વારા શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનુ સન્માન

સમય ક્રાંતિ ન્યૂઝ.. શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત Read more

ધરમપુરના ચવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ પાથરેલું અઢળક સૌંદર્ય તમે જોયું છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી