સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા તેમજ વ્યારાના તરણકુંડ સહિતના કેન્દ્ર ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.જેમાં અલગ અલગ વિભાગના 323 મતદારોએ પ્રથમ દિવસે મતદાન કરી ફરજ અદા કરી હતી.જે માહિતી 1 કલાકે આપવામાં આવી હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અન્વયે આગામી ૭મી મે ના રોજ તાપી જિલ્લામાં મતદાન થનાર છે. ત્યારે તાપી જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીશ્રીઓ/ કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાંથી બાકાત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યુ છે.
ત્યારે ગત તા.૨૯.૦૪.૨૦૨૪ પ્રથમ દિવસે ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ચુંટણી ફરજ પર રોકાયેલ અધિકારી કર્મચારીઓ અને પોલીસ વિભાગના જવાનો મળી કુલ ૩૨૩ અધિકારી/કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકતંત્રના આ મહાપર્વની ઉજવણીમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
નોધનિય છે કે,ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ચુંટણી ફરજ પર રોકાયેલા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓનું મતદાન કરવા માટે તરણકુંડ નગરપાલિકા,વ્યારા તેમજ ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તાર માટે આદર્શ કુમારશાળા રેસ્ટ હાઉસની સામે સોનગઢ ખાતે ફેસીલીટેશન સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લામાં પ્રથમ દિવસે કુલ ૩૨૩ ચુંટણી ફરજ પર રોકાયેલા અધિકારીશ્રીઓ/કર્મચારીઓ સહિત પોલિસ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીધારી નોધાવી