સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના માંડળ ટોલ નાકા નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર રાહિલભાઈનું મોત નિપજ્યું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ હતી.
અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.જે અકસ્માત 3.30 કલાકની આસપાસ સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.