તાપી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે ભરતી શિબિરનું આયોજન

આગામી ૧૪ જુન થી ૨૦મી જુન દરમિયાન તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં ભરતી શિબિર યોજાશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્લી અને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલીજેસી સર્વિસ ઈન્ડિયા લિ. ના સહયોગથી તાપી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૧૪/૦૬/૨૦૨૪ આર.જી.પટેલ વિદ્યાલય નિઝર, ૧૫/૦૬/૨૦૨૪ સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ ૧૬/૦૬/૨૦૨૪ સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા, ૧૭/૦૬/૨૦૨૪ સાર્વજનિક હાઈસ્કુલ,સોનગઢ ૧૮/૦૬/૨૦૨૪ સ.ગો.હાઈસ્કુલ,વાલોડ, ૧૯/૦૬/૨૦૨૪ જે.બી.એન્ડ એસ.એ. વ્યારા, ૨૦/૦૬/૨૦૨૪ આર.જી.પટેલ વિદ્યાલય નિઝર ના રોજ શિબિરનું આયોજન કરેલ છે. જેનો સમય સવારે ૧૦:૦૦ થી બપોર ૦૩:૦૦ કલાક સુધી રાખેલ છે.

ઉમેદવારની ઉંમર ૧૯ થી ૪૦ વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૦ પાસ અને ઉંચાઈ ૧૬૭ વજન ૫૪ કી.લો, છાતી ૮૦ થી ૮૫ અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે. જેને ઇચ્છા હોય તેવા ઉમેદવાર બધા જ ડૉક્યુમેન્ટની ઝેરોક્ષ બે-બે પાસપોર્ટ સાઈજના ફોટા, આધારકાર્ડ, બોલપેન, લઈને હાજર રહેવું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

પાસ થનાર ઉમેદવાર ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પાસ ઉમેદવાર રીજનલ ટ્રેનીંગ સેન્ટર માણસા (ગાંધીનગર) માં ટ્રેનીંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલીજેસી સર્વિસ ઈન્ડિયા લિ. મા કાયમી નિયુક્તિ ૬૫ વીઆરએસએસ સુધી મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔધોગિકક્ષેત્ર, બેન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા જવાનની સેલરી રૂ. ૧૯૫૦૦/- થી ૨૫૦૦૦/- સુરક્ષા સુપરવાઇઝર માટે ૨૫૦૦૦/- થી ૩૦૦૦૦/- અન્ય સુવિધા માટે દર વર્ષ પગારમાં વધારો પ્રોમોશન, પી.એફ.. ઇ.એસ.આઇ., ગ્રેજ્યુઇટી, મેડિકલ સુવિધા, બોનસ,પેન્શન સુવિધા આપવામાં આવશે.એમ જિલ્લા શિક્ષણાધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts
નિઝર પોલીસે હરદુલી ગામે હત્યા કરનાર આરોપીને બજાર વિસ્તાર માંથી ઝડપી લીધો.

નિઝર તાલુકાના હરદુલી ગામે આવેલ પેટ્રોલ પંપ પર એક યુવાનને પેટ્રોલ ભરાવવા બાબતે બોલ ચાલી બાદ હત્યા કરી દેવામાં આવતા Read more

તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે પ્રિ-મોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના Read more

છોટાઉદેપુરની એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના 30 થી વધુ બાળકોને ફૂડ પોઇઝીનિંગ થયું

સમય ક્રાંતિ ન્યૂઝ.. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોને અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતા છોટાઉદેપુર જનરલ Read more

ચૈતર વસાવાએ પોલીસના ઉઘરાણીના વિડીયો બતાવ્યા બાદ પોલીસ જાગી

સમય ક્રાંતિ ન્યૂઝ.. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહિલા બુટલેગરના ઘરે પોલીસ (Police) જવાનોના હપ્તાની ઉઘરાણીનાં સીસીટીવી ફૂટેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી