” પસ્તી થી પુસ્તક દાન”વ્યારા નગરમાં શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા બાળકોને નોટબુક વિતરણ

સમય ક્રાંતિ ન્યૂઝ..

વ્યારા ખાતે શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા નગરમાંથી પેપર પસ્તી એકઠી કરી તેમથી મળતી આર્થિક નિધિ તથા દાતાઓના સહયોગથી છેલ્લાં ત્રણ વર્ષથી નગરના વિવિધ વિસ્તારોમાં રહેતા જરૂરિયતમંદ પરિવારોના બાળકોને નોટબુક, દફતર સહિત શાળાની કિટ વિતરણ કરવામાં આવે છે. આજ રોજ પણ પસ્તી દાન ના આર્થિક સહયોગ વ્યારા નગરના બાળકોને નોટબુક વિતરણ માટે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કાર્યકમમાંમુખ્ય મહેમાન તરીકે વ્યારા નગર આહીર સમાજના પ્રમુખશ્રી સોમાતભાઈ રાવલીયા, બાળ કલ્યાણ સમિતી- તાપી જિલ્લા અધ્યક્ષ શ્રી એડવોકેટ. કુણાલભાઈ પ્રધાન તેમજ અતિથિ વિશેષ તરીકે જૈન સમાજ યુવા અગ્રણી શ્રી રિખવભાઈ શાહ,

ગાયનેકોલોજીસ્ટ ડૉ.ભારતીબેન પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તાપી જિલ્લા સેવા પ્રમુખ શ્રી જયંતીભાઈ કોંકણી, માધવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી જયેશભાઇ ચૌધરી સહિત તાપી જિલ્લા અને નગરના આગેવાનોની ઉપસ્થિતિમાં ૨૦૦ થી વધુ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી. ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતા બાળકોને દેશિહિસાબ તો,

ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક તથા પેન આપવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ વિધાર્થીઓને વિદ્યા મેળવી સમાજ જીવનમાં આગળ વધવા શુભકામના પાઠવી હતી. સેવિકા સમિતિની બહેનો તથા શ્રી માધવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત યુવાનોએ કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી