અનુસૂચિત જન જાતિ(ST) યુવક યુવતીઓ માટે તાલુકાકક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાલીમ શિબિરમાં ભાગ લેનાર યુવક યુવતીઓએ આગામી ૧૫ જુન સુધીમાં અરજી કરવાની રહશે

રાજ્યમાં વસતા અનુસૂચિત જન જાતિ(ST)ના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન વધુ પ્રમાણમાં અનુસુચિત જન જાતિની વસ્તી ધરાવતા જિલ્લામાં કરવાનું નક્કી કરેલ છે.તદ્દઅનુસાર રાજ્યમાં વસતાં અનુસૂચિત જન જાતિ(ST)ના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

જેમાં પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજનો દ્વારા વિવિધ સમજ તેજન માર્ગદર્શન આપવામાં આવશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે.આ યોજનાનો લાભ લેવા ઇચ્છિત માત્ર અનુસૂચિત જન જાતિના યુવક યુવતીઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તાપી, જિલ્લા સેવા સદન, પાનવાડી, બ્લોક નં.૬ પ્રથમ માળ, વ્યારા.જિ.તાપી નો સંપર્ક સાધવાનો રહેશે. અને તા.૧૫-૦૬-૨૦૨૪ સુધીમાં નામ નોંધણી કરાવવાની રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી