સમય ક્રાંતિ ન્યૂઝ..
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકે અકસ્માતોને ઘટાડવા સંદર્ભે એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. જેમા સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને ઘટાડવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મિટિંગમાં ડાંગ RTO અધિકારી એસ.કે.પટેલ, નેશનલ હાઈવે ઓથોરિટીનાં ડેપ્યુટી એન્જિનિયર વિપુલ પંચાલ, સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઇ. એન.ઝેડ.ભોયા, પી.એસ.આઈ. એમ.જી.શેખ અને અન્ય સંબંધિત વિભાગોનાં અધિકારીઓએ હાજર રહી વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરી હતી. ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટ માર્ગમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. તેમજ ઘણી વખત અકસ્માતમાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે.