સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા
વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, કે વ્યક્તિઓની ટોળી આ કચેરીમાં આવતી જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓના પ્રવેશ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.બોરડે જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.૧૨.૦૭.૨૦૨૪ સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનારા વ્યક્તિઓ શિક્ષાને પાત્ર થશે.