આતો કેવી સિવિલ..ગંદકી દેખાઈ નહિ..સફાઈ અભિયાન માત્ર નામ પૂરતું છે એ સાર્થક કરી રહી છે વ્યારા સિવિલ.!
સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વડા મથકે આવેલ વ્યારા સિવિલ હોસ્પિટલ ના પી એમ રૂમની બાજુમાં ગંદકી એ ભરડો લીધો છે જેને લઇ પીએમ માટે આવતા લોકોએ ભારે નારાજગી સાથે તંત્રને આંખ ખોલી સફાઈ હાથ ધરાવે તેવી માગ નાગરિકો દ્વારા કરાઇ છે ..
મળતી માહિતી મુજબ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે દરોરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા જતા હોય છે મુખ્ય મથકે આવેલ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બાજુમાં એટલી હદે ગંદકી ફેલાયેલી છે કે ત્યાં તમે ઊભા પણ નહિ રહી શકો ત્યારે પીએમ માટે આવતા લોકો અને ડોકટરો તેમજ પોલીસ જવાનો ત્યાં ઊભા રહી કામગીરી કરતા રોગ ચાડો પોતે પણ સપડાઈ જસે હોવાની બીક રહેલી હોય છે
જોકે જાગ્રત નાગરિક દ્વારા આ ગંદકી સત્વરે સાફ સફાઈ નહિ કરવામાં આવે તો તંત્રની આંખ ખોલવા માટે આશ્ચર્યજનક કાર્યકમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે તો બીજી તરફ હોસ્પિટલના સતાધીશો ને સાફ સફાઈ બાબતે મળતી ગ્રાન્ટ તેમજ સ્વચ્છ ભારત ના મિશન ને સાર્થક કરવાને બદલે વ્યારા સિવિલ જાણે કલંક લગાવામાં મોખરે હોય તે બાબતની પ્રતીતિ થઈ રહી છે જવાબદારો દ્વારા સફાઈ કરવામાં આવશે કે પછી હમ તો એસે હે ભૈયા…ની જેમ જેસે થે ની સ્તિત માં રહેશે એ આવનાર સમયમાં જોવું રહ્યું…
સમાચારનો વિડિઓ..