સમય ક્રાંતિ ન્યૂઝ..
દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ સક્રિય છે. જયારે બંગાળના અખાત પરથી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે , જેના પગલે 27મી જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની વકી રહેલી છે.
બીજી તરફ આગામી 72 કલાક માટે ગુજરાતમાં ખાસ કરીને સુરત, ભરૂચ , નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર , જુનાગઢ, ભાવનગર , દ્વારકા અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. જયારે આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 147 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં દ્વારકા પાસે કલ્યાણપુરમાં છેલ્લા 36 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ થથાં જળબંબાકારની સ્થિતિ પેદા થવા પામી છે.