સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુવાહાટીમાં રમાયેલી IPL 2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું. રાજસ્થાને પ્રથમ બેટિંગ કરીને 144 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 8 ઓવરમાં માત્ર 48 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે રાજસ્થાન આ મેચ આસાનીથી જીતી જશે, પરંતુ સેમ કરેને 41 બોલમાં 63 રનની અણનમ ઈનિંગ રમીને મેચ પોતાના તરફ કરી દીધી. પંજાબે સાત બોલમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો હતો. રાજસ્થાનની આ સતત ચોથી હાર છે.
IPL 2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબે સિઝનમાં પાંચમી મેચ જીતી છે. ટીમે 10 પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ પ્લેઑફમાં પહોંચી ગયેલું રાજસ્થાન સતત ચોથી મેચ હારી ગયું હતું.