સમય ક્રાંતિ ન્યૂઝ..
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની બદલી કરાઈ હતી. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો હતો. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરીની પણ બદલી કરાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે. રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને
જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરાઇ છે. રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂંક
કરાઇ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરાઇ છે.