લગ્નગ્રંથીમાં જોડાતા પહેલા સિકલસેલની તપાસ કરાવવા ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહેનો અનુરોધ

સમય ક્રાંતિ ન્યૂઝ..

વારસાગત સિકલસેલને જડમૂળથી સમાપ્ત કરવા આરોગ્ય વિભાગ સહિત સ્વૈચ્છિક-શૈક્ષણિક સંસ્થાની ભૂમિકા મહત્વની રહેશે – ઇન્ચાર્જ કલેકટર શ્રી વી.એન. શાહ

તાપી જિલ્લામાં ૯૪ ટકા લોકોનું સિકલસેલ સ્ક્રીનીંગ કરાયું : જીલ્લા આરોગ્ય તંત્રની નોંધનીય કામગીરી

સોનગઢના જાગૃતિ હાઇસ્કૂલ માંડળ ખાતે “વિશ્વ સિકલસેલ દિવસ” ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ

ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી. એન. શાહના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકાના જાગૃતિ હાઇસ્કૂલ માંડળ ખાતે “વિશ્વ સિકલસેલ દિવસ” ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહે જણાવ્યું કે, એનિમિયા જેવા વારસાગત રોગને નવ દંપત્તી લગ્ન જીવનમાં જોડાતા પહેલા ખાસ પરામર્શ અને જાગૃતતા કેળવીને અટકાવી શકે છે. તાપી જિલ્લામાં અંદાજીત 3 હજારથી વધુ સિકલસેલના દર્દીઓ છે, જેઓની યોગ્ય નિદાન-સારવાર માટે જિલ્લા આરોગ્ય તંત્ર નિઃસ્વાર્થ ભાવે ફરજ બજાવી રહ્યું છે. વધુમાં શ્રી શાહે ઉમેર્યું કે, જિલ્લામાં કુલ ૯૪ ટકા લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે અને આગામી દિવસોમાં સો ટકા સ્ક્રીનીંગ પૂર્ણ કરાશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

સિકલસેલ એનિમિયાના આનુવંશિક રોગને જળમૂળથી સમાપ્ત કરવા માટે સૌ પ્રથમ આપણે સૌએ જાગૃત થવું પડશે. સિકલસેલ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા તેમજ શિક્ષણ અને સંસ્થાઓના સહયોગથી આ રોગને નિયંત્રિત કરી શકાય છે.
જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સિકલસેલ રોગના લક્ષણો, નિદાન, સારવાર, ખોરાક તેમજ દર્દીઓએ રાખવાની તકેદારી અંગે સમજણ આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, મે ૨૦૨૪ દરમિયાન સિકલસેલ અંતર્ગત થયેલ સ્ક્રીનીંગ ટેસ્ટ કુલ વસ્તી ૮,૭૮,૨૨૩ સામે ૮,૨૫,૭૭૩ (૯૪%) જેટલી સ્ક્રીનીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાંથી સ્ક્રીનીંગ કરેલ વ્યક્તિઓમાંથી ૭૯૩૩૩ (૯.૬૧%) પોઝીટીવ નોંધાયા હતા. તે પૈકી સિકલસેલ રોગનાં ૩૩૦૫ (૦.૪૦%) દર્દીઓ અને ૬૬૭૪૩ (૮.૦૮%) સિકલસેલના વાહક નોંધાયેલ છે.

તાપી જિલ્લામાં દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે DTT Screening (Dithionite Tube Turbielity ) તેમજ જનરલ હોસ્પિટલ, વ્યારા ખાતે HPLC Test (High Performance Liquid Chromatography ) ની સુવિધા ઉપલબ્ધ છે. સિકલસેલ રોગના દર્દીઓ માટે ફોલીક એસીડની ગોળી આશા,પેરામેડિકલ સ્ટાફ, સિકલસેલ કાઉન્સેલર દ્વારા આપવામાં આવે છે.સિકલસેલ મિશન ૨૦૪૭ અંતર્ગત ૧૯ જુન ના રોજ “વિશ્વ સિકલસેલ દિવસ” નો જિલ્લા કક્ષાનો અવેરનેશ કાર્યક્રમ આરોગ્ય વિભાગ-તાપી અને ટ્રાઇબલ સબપ્લાન સોનગઢ દ્વારા જાગૃતિ હાઇસ્કૂલ માંડળ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં સોનગઢ મામલતદારશ્રી, સોનગઢ સી.એચ.સી.,પી.એચ.સી સેન્ટરના અધિકારી કર્મચારીઓ, જાગૃતિ હાઇસ્કૂલ માંડળના પ્રમુખશ્રી,સંચાલકો,શિક્ષકો,વિદ્યાર્થીઓ તથા અન્ય વિભાગમાંથી પધારેલા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી