સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના પાથરડા ગામના કોટવાળીયા ફળિયાના લોકો દ્વારા ત્યાંના એક ઇસમની અંતિમયાત્રા ધસમસતા પાણીના પ્રવાહ માંથી કાઢવા માટે મજબૂર બન્યા છે.જોકે પુલ મંજૂર થયો કે નહિ એ બાબતે સત્તાવાર માહિતી મળી નથી.જે અંગે સ્થાનિક દ્વારા મીડિયાને આજે 3 કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી.
સરકારશ્રીને નમ્ર અરજ આજરોજ પાથરડા ગામમાં કોટવાળિયા ફળિયા ના વડીલ હીરાબેન ઉમરીયાભાઇ કોટવાળિયા નું મરણ થયેલ હતું પરંતુ દુઃખની વાત એ છે કે આજે એ દાદીને અંતિમ વિધિની જે ક્રિયા હોય છે તે દફનવિધિ ની ક્રિયા કરવા માટે એમના પૂર્વજોનું જે કબ્રસ્તાન છે ત્યાં લઈ જવા માટે ગામજનોને વર્ષોથી સતત આ અસગવડ તથા મુસીબતોનો સામનો કરવા પડે છે જે અંતિમ ક્રિયા કરવા માટે તેઓએ કમર જેટલા તથા તેથી પણ વધુ પાણીમાંથી સબને લઈને નનામીની જે ક્રિયા હોય છે તેના માટે જવું પડે છે માટે ગામજનો વર્ષોથી ગુહાર લગાવી રહ્યા છે કે નાનો અમસ્તો પુલ અગર આ નદી પર બનાવી દેવામાં આવે તો જે આ મુસીબતો વેઠવી પડે છે તે ના વેઠવી પડે તે માટે તેઓ વર્ષોથી આ બાબતે ગુહાર લગાવી રહ્યા છે અને પાછલા એક દોઢ વર્ષથી ઉકાઈ જુથ પંચાયત તથા સોનગઢ તાલુકા પંચાયત થકી જિલ્લા વિકાસ અધિકારી ,રાજ્ય વિકાસ મંત્રી તથા સરકારશ્રીમાં લાગતા વળગતા સરકારી કાગળો થકી જાણ કરેલ છે પરંતુ આજે સુધી કોઈ નિવાળો આવતો નથી અને આવી જ રીતે નનામીને પાણીમાં લઈને કોટવાળિયા સમાજના આદિવાસી લોકોને આવું દુઃખ સહન કરવું પડે છે માટે સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે વહેલી તકે જો યોગ્ય હોય તો આનો કોઈક યોગ્ય નિકાલ લાવશો તેવું ગામના લોકો આશા રાખી રહેલ છે જો ભવિષ્યમાં સરકારશ્રી કોઈ રસ્તો ન કરશે તો ગામ લોકોનું કહેવું છે કે અમે જેમ રામસેતુ માટે એક એક પથ્થર જોડીને સીતા માતાને લંકામાંથી લાવ્યા હતા તે રીતે અમે પણ ગામજનો ભેગા થઈને આનું નિરાકરણ લાવવા માટે પોતે જ એક એક પથ્થર જોડી રામસેતુ ની માફક અમે પણ સરકારશ્રીની પરવા કર્યા વગર જાતે જ કોઈક પુલ બનાવવાની ને બતાવશુ એવું તેઓનું જણાવવાનું છે.
સમાચારનો વિડિઓ..