સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ગોવાણ ગામના વતની શ્રી દિનેશભાઇ ભીમાભાઇ વસાવા 17વર્ષ ભારતીય આર્મી સેનામાં દેશની સેવા આપી નિવૃત થતાં આજે નવાપુર રેલવે સ્ટેશન પર વાજતે ગાજતે ફુલહાર પહેરાવી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાપી જિલ્લના સૈનિક ફાઉન્ડેશનના અધ્યક્ષ ચંદ્રકાન્ત ડી ગામીત, સૈનિક ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ મનુભાઈ ગામીત, સૈનિક ફાઉન્ડેશનના મહામંત્રી શૈલેષભાઇ ગામીત, મંત્રી અરવિંદભાઈ, ચંદ્રકાન્તસિંહ ચૌધરી પ્રવક્તા, શુભાષભાઇ ગામીત ઉચ્છલ તાલુકા સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ, ગીતાબેન ગામીત મહિલા સમિતિ સૈનિક પ્રમુખ,અને કૌશિકભાઈ વસાવા ને તેમની ટીમે (અધ્યક્ષ રાષ્ટ્રીય આદિવાસી પ્રાકૃત જન કલ્યાણ મંચ )ઉપસ્થિત રહી ઉચ્છલ -નવાપુર રેલવે સ્ટેશનથી બિરસા મુંડા સર્કલ સુધી શોભા યાત્રા કાળી ડીજેના તાલે ઉસ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના વીર સપૂતને ઉચ્છલ તાલુકાના લોકોએ ઉમેળકાભેર આવકાર્યા હતા. આખો ઉચ્છલ તાલુકો જય જય ગરવી ગુજરાત, જય જવાન જય કિસાન, વંદેમાતરમ, જેવા દેશના રાષ્ટ્રીય નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.