સમય ક્રાંતિ ન્યૂઝ..
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓ ધમાકેદાર પ્રદર્શન કરીને T20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવવા માટે દમદાર નજર આવી રહ્યા છે. એક સમયે ભારતના શાનદાર ઓપનર રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગે પણ IPLથી વર્લ્ડકપમાં જનારા કેટલાક ખેલાડીઓ અંગે વાત કરી છે. સેહવાગે ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવને શિવમ દુબેથી મોટી ટક્કર મળી શકે છે. શિવમ દુબે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે.
IPL 2024ની ફાઈનલ 26મી મેના રોજ યોજાશે અને ત્યારબાદ 1લી જૂનથી વર્લ્ડ કપ શરૂ થવાનો છે. આ દરમિયાન ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પણ પસંદગી થવાની છે. આ લિસ્ટમાં ઋષભ પંતથી લઈને સૂર્યકુમાર યાદવ જેવા મોટા-મોટા ખેલાડીઓના નામ પણ સંભવિત રીતે સામેલ છે. પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને લઈને મોટું નિવેદન આપ્યું છે.