સલમાન ખાનના ઘરે ફાયરિંગ પ્રકરણની તપાસનો રેલો સુરત પહોંચ્યો : આરોપીઓએ પિસ્તોલ તાપી નદીમાં ફેંકી હોવાની કેફિયતને પગલે તપાસ

સમય ક્રાંતિ ન્યૂઝ..

ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર પાસે એક પખવાડિયા પૂર્વે ફાયરિંગની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. લોરેન્સ બિસ્નોઈની ગેંગ સાથે જોડાયેલા બે આરોપીઓ દ્વારા ફાયરિંગ કરવાની ઘટનામાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ ગુજરાતના કચ્છમાં સંતાયેલા બંને આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા

પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને હવાલે આ બંને આરોપીઓને સોંપી દેવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન પૂછપરછના અંતે આ બંને રીઢા આરોપીઓએ ફાયરિંગ બાદ પિસ્તોલ સુરતમાં તાપી નદીમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. જેને પગલે આજે સવારથી જ મુંબઈ ક્રાઈમ બ્રાંચનો કાફલો સુરત ઘસી આવ્યો હતો અને તાપી નદીના તટમાં મરજીવીઓની મદદથી પિસ્તોલની શોધખોળ હાથ ધરી હતી.દેશભરમાં પ્રશંસકોનો મોટો વર્ગ ધરાવતાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના મુંબઈ ખાતે આવેલા ઘરે હાલમાં જ બે આરોપીઓ દ્વારા ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલા લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે જોડાયેલા બે આરોપીઓને કચ્છ પોલીસ દ્વારા માતાના મઢ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓ મુળ બિહારના વેસ્ટ ચાંપાનેર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. 24 વર્ષીય વિકી સાહેબસાબ ગુપ્તા અને 21 વર્ષીય સાગર શ્રીજોગેન્દ્ર પાલની ધરપકડ બાદ દયાપર પોલીસ સ્ટેશને બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ કચ્છ પહોંચતાં જ તેમને આ બંને આરોપીઓનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

સલમાન ખાનના જીવના જોખમને ધ્યાને રાખીને મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા બંને આરોપીઓની ઉલટ તપાસ હાથ ધરતાં તેઓએ જણાવ્યું હતું કે, ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ ટ્રેન મારફતે કચ્છ પહોંચ્યા હતા અને રસ્તામાં સુરત ખાતે આવેલ તાપી નદીમાં હથિયાર ફેંકી દીધું હોવાની કેફિયત રજુ કરી હતી. જેને પગલે આજે સવારથી મુંબઈ ક્રાઈમ બ્રાંચની એક ટીમ સુરત પહોંચી હતી.

જ્યાં તેઓએ અશ્વનિકુમાર રેલવે બ્રિજ સહિત તાપી નદીમાં શોધખોળ હાથ ધરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમના અધિકારીઓની સુરતમાં હાજરીને પગલે સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો દૌર શરૂ થયો હતો. અલબત્ત, મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા તાપી નદીના તટમાં શોધખોળ માટે સ્પેશ્યિલ ટીમ સાથે રાખવામાં આવી હતી. જેઓએ તાપી નદીના પાણીમાંથી હથિયારની શોધખોળ માટેની કવાયત હાથ ધરતાં ઘટના સ્થળે પણ મોટી સંખ્યામાં લોકોનાં ટોળા ઉમટ્યા હતા.

Related Posts
અનંત-રાધિકાના લગ્નની રિટર્ન ગિફ્ટઃ સલમાન, શાહરૂખ, રણવીર સહિત 25 મિત્રોને 18 કેરેટ સોનાની ઘડિયાળ આપી

સમય ક્રાંતિ ન્યૂઝ.. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા Read more

અનંત-રાધિકા જીવનભર માટે એક થયા, જુઓ આઇકોનીક વેડિંગની મેજીક

સમય ક્રાંતિ ન્યૂઝ.. અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ગઇકાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારે લગ્નના Read more

પ્રસિદ્ધ ટીવી એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી સાથે ઈટલીમાં બની ચોંકાવનારી ઘટના

સમય ક્રાંતિ ન્યૂઝ.. દિવ્યાંક ત્રિપાઠીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી અને તેના પતિ વિવેક દહિયા સાથે ઈટાલીમાં Read more

હિના ખાને શેર કર્યો એવો વીડિયો, માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાને પણ વરસાવ્યો પ્રેમ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ટી.વી સિરિયલના નાના પડદાથી  મોટા પડદા સુધીની સફરમાં પોતાના જબરદસ્ત અભિનયથી લોકોનું દિલ જીતનાર અભિનેત્રી હિના ખાન Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી