સમય ક્રાંતિ ન્યૂઝ..
રાજ્યમાં માર્ચ માસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. અમરેલી, રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 40ને પાર જતાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આ દરમિયાન હવામાન વિભાગે 6 મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે.
આજથી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે. આકાશમાંથી વરસેલી અગનવર્ષાથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે. સાત શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જશે.
ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત છે.સઆકરી ગરમીના પ્રકોપમાં કચ્છ-સૌરાષ્ટ્ર શેકાયું. 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તો ભૂજ, અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે.આગામી 10 દિવસ અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 41.4 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ શેકાયું છે. છ મે સુધી તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.