સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં બહુચર્ચિત તબીબ શૈલેન્દ્ર ગામીત દુષ્કર્મ અને છેડતી પ્રકરણમાં આરોપી ડો શૈલેન્દ્ર ગામીત દ્વારા વકીલ મારફતે આગોતરા જામીન માટે નામદાર કોર્ટમાં અરજી કરી હતી.જે અરજી નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.જે પ્રકરણમાં ભોગ બનનાર ના વકીલ દ્વારા ગંભીર આરોપ તાપી જિલ્લા પોલીસ પર લગાવતા ચકચાર મચી છે.કારણ કે તેમના કહેવા મુજબ દુષ્કર્મ પ્રકરણમાં જે પુરાવા હોઈ એ પુરાવા કોઈ પણ વ્યક્તિને અપાઈ નહિ જોકે આ પ્રકરણમાં લંપટ તબીબ સાથે પોલીસને લાગણી ઊભી થઈ હોઈ તેમ પુરાવા આપવામાં આવ્યું હોવાનું ભોગ બનનાર ના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
જેમાં નામદાર કોર્ટમાં આરોપી ડો શૈલેન્દ્ર ગામીતના વકીલ દ્વારા ભોગ બનનાર દ્વારા જે પુરાવા પોલીસને આપવામાં આવ્યા હતા એ પુરાવા નામદાર કોર્ટમાં મૂકવામાં આવતા ભોગ બનનારના વકીલ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.અને તબીબ વગદાર હોઈ એટલે પોલીસ દ્વારા પુરાવા આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વકીલ મીડિયા સમક્ષ આવ્યા હતા.સમગ્ર પ્રકરણમાં કરોડો રૂપિયાના આસામી એવા લંપટ તબીબ અથવા અન્ય કોઈ વ્યક્તિને પુરાવા આપવાએ ગંભીર બાબત કહી શકાઈ ત્યારે તાપી પોલીસે આત્મમંથન કરવાની જરૂર છે??? તો બીજી તરફ ભોગ બનનાર અથવા તેમના સંબંધીઓ તાપી જિલ્લાના પ્રવાસે આવતા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ને મળવા જવાના હોવાની ચર્ચા ચાલી રહી છે.ત્યારે તેઓ શું ગૃહ મંત્રીને મળશે ખરા ???? ગૃહ મંત્રીને સમગ્ર બાબત ની જાણ કરવામાં આવશે ખરી ???? એવા સવાલો હાલ ઉઠવા પામ્યા છે ….