સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં ભારે ચકચાર મચાવનાર તબીબ દુષ્કર્મ અને છેડતી પ્રકરણમાં આરોપી ડો શૈલેન્દ્ર ગામીત હજુ ફરાર છે.ત્યારે તેમની હોસ્પિટલ ડો શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુ માં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીઓ દ્વારા તેમના વિરૂદ્ધ દુષ્કર્મ અને છેડતી બાબતે વ્યારા પોલીસ મથકે ફરિયાદ અરજી આપતા પોલીસે ગુનો દાખલ નહિ કરતા નામદાર કોર્ટ દ્વારા ગુનો દાખલ કરવા માટે ટકોર કરી હુકમ કર્યો હતો.સમગ્ર પ્રકરણમાં લંપટ તબીબ શોસિયલ મીડિયાના માધ્યમ થી ભોગ બનનાર મહિલાઓ સાથે મેસેજ કરી બીભત્સ વાતો કરતો હતો.જેમાં તેણે રીતેશ નામના વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ત્યારે ડો શૈલેન્દ્ર ગામીત દ્વારા જે રીતેશ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરાયોએ રીતેશ લંપટ તબીબ ની જેમ તબીબી ક્ષેત્રે સંકળાયેલ હોવાની ભીતિ સેવાઈ રહી છે.કારણ કે એક તબીબ નો મિત્ર તબીબ પણ હોઈ શકે ??? એવા સવાલ હાલ ઉઠવા પામ્યા છે.ત્યારે રીતેશ નામના વ્યક્તિ સિવાય અન્ય મહિલાઓના નામ પણ ચેટ ના માધ્યમ થકી બહાર આવ્યા છે.જોકે અમારી ફરજ મુજબ અમે એ નામો બહાર લાવી શકીએ નહિ કારણ કે કોઈ મહિલાની આબરૂનો સવાલ ઊભો થતો હોય છે.તો બીજી તરફ લંપટ તબીબ ના પત્ની દ્વારા પણ ત્યાં કામ કરતી અને ભોગ બનેલ મહિલાઓ વિરૂદ્ધ કરોડોની ઉચાપતની ફરિયાદ આપવામાં આવી છે.તો સવાલ એ થાય કે લંપટ તબીબ કેમ ફરિયાદી નહિ બન્યા ??? તેમના નેજા હેઠળની હોસ્પિટલ માંથી જો કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોઈ તો તેમના પત્નીએ કેમ ફરિયાદ આપવી પડી ??? શું સમગ્ર મામલો બહાર નહિ આવે એવું લંપટ તબીબ ઈચ્છતા હતા ??? કરોડો રૂપિયાની ઉચાપત થઈ સુધી તબીબ અથવા તેમના પત્ની ને ખબર જ નહિ પડી ??? હજુય ત્યાં કામ કરતા કોઈ મહિલા કે પુરુષના ખાતા માં રૂપિયા ટ્રાન્સફર થાય છે કે નહિ એ તપાસ કરી કે નહિ ??? બે મહિલા કર્મચારીઓ સિવાય અન્ય કોઈ કર્મચારીઓ દ્વારા તો પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા તો નથી ને ??? ત્યારે હોસ્પિટલના ડીલક્ષ રૂમમાં ભોગ બનનાર મહિલાને બોલાવી ધાક ધમકી આપી પોતાની હવસનો શિકાર બનાવતા તબીબ ડો શૈલેન્દ્ર ગામીત ક્યારે પોલીસ પકડમાં આવશે એ જોવું રહ્યું.વધુ એહવાલ માટે વાંચતા રહો સમય ક્રાંતિ ન્યુઝ પોર્ટલ …..