સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા શહેરમાં છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન ફાયર વિભાગ જાગ્રત અવસ્થામાં આવી ગયું હોય તેમ ચેકિંગો શરૂ કરી દીધા છે થોડા દિવસો પહેલા છોટાલાલ ટાવર સહિત અંજલિ ચેમ્બર્સ માં ફાયર સેફેટીનો અભાવ હોવાનું અધિકારીઓને ધ્યાન આવતા તેને સિલ કરી દેવાયુ હતું ત્યાર બાદ શહેરની ડી એન સી માર્કેટ ને સિલ કરાયું છે જેમાં અધિકારી દ્વારા વારંવાર ફાયર બાબતે નોટિસો ફટકારી હતી પરંતુ કોઈ નક્કર કાર્યવાહી નહી થતાં આખરે સિલ કરાયું હતું..
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ વિવિધ વિસ્તારની દુકાનો ફાયર વિભાગ દ્વારા સિલ કરવામાં આવી હતી.જેમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે વારંવાર આપેલ નોટિસ છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા ફાયર વિભાગ દ્વારા દુકાનો સિલ કરવામાં આવી હતી.જેમાં ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.જે માહિતી 3 કલાકે મળી હતી.