સોનગઢ પોલીસે મૌલીપાડા ગામેથી બંગાળી બોગસ તબીબ ને ઝડપી લીધો,આરોગ્ય વિભાગ ઊંઘતું રહ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા ના સોનગઢ પોલીસે બાતમી ના આધારે મૌલીપાડા ગામે રેડ કરી હતી જેમાં બોગસ તબીબ ઝડપાયો છે જે રેડ દરમ્યાન બંગાળી તબીબ કિશોરકુમાર કીનકર શીલ ને કુલ 40 હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે રેડ દરમ્યાન સ્થાનિક આરોગ્ય તબીબ ને નીતિનિયમો અનુસાર સાથે રખાયા હતા ત્યારે પોલીસ જો બોગસ તબીબ ને ઝડપી પાડતી હોઈ તો આરોગ્ય વિભાગ કેમ ઊંઘતું રહ્યું એ સવાલ અહી ઉદભવે છે જે માહિતી બુધવાર ના રોજ 5 કલાકે આપવામાં આવી હતી

આજરોજ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ તથા અ.હે.કો. અનિલકુમાર રામચંન્દ્રભાઈને મળેલ બાતમી આધારે સોનગઢ પો.સ્ટે. પોલીસ સ્ટાફ ના પો.સબ.ઈન્સ કે.આર.પટેલ તથા અ.હે.કો. અનિલકુમાર રામચંન્દ્રભાઈ તથા અ.પો.કો. પિયુશભાઈ રામુભાઈ તથા અ.પો.કો. રાજીસભાઈ ગોપાળભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેંદ્ર બોરદા ગામના મેડીકલ ઓફીસર શ્રી ડોક્ટર અજીતભાઈ વિરજીભાઈ વસાવા તથા તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડોં. હેતવભાઈ બી.સાદડીવાલા તથા બે પંચોના માણસો સાથે સોનગઢ પો.સ્ટે.ના બોરદા આઉટ પોસ્ટ વિસ્તારના મૌલીપાડા ગામે નિશાળ ફળીયામાં એક પતરાવાળા ખાલી પડેલ પાકા મકાનમાં રેઈડ કરતા એક બોગસ ડોકટર કિશોરકુમાર કિનકર_શીલ ઉ.વ.૨૭ હાલ રહે, મૌલીપાડા નિશાળ ફળીયુ, તા.સોનગઢ, જી.તાપી. મુળ રહે,કંથાલીયા પુર્વપાડા દક્ષિણ પોસ્ટ-નંદનપુર તા.તેહટતા જી.નદીયા (પ.બંગાળ)એ તે મકાનમાં બોગસ દવાખાનુ ખોલી કોઇ પણ સક્ષમ સંસ્થા કે, ગુજરાત મેડીકલ કાઉન્સિલનુ રજીસ્ટ્રેશન અંગેનુ પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે ડોકટરની પ્રેકટીસ ચલાવી જેમાં ડોકટરીના સાધનો પૈકી (૧) સ્ટેથોસ્કોપ નંગ- ૧ કિ.રૂ.૫૦૦/- (૨) Dr. Morepen કંપનીનુ બીપી માપવાનું સાધન નંગ – ૧ કિં.રૂા.૨,૦૦૦/- (૩) લેનોવા કંપનીનુ લેપટોપ નંગ ૦૧ કિ.રૂપીયા.૧૦,૦૦૦/- (૪) Quantum Resonance Magnetic Analyzer નામનુ મશીન કિં..३८.६,०००/- (५) Dr.Kishor shail B.A.M.S.(cal) Reg no.01974 Vill-Kanthalia, Nadia, W.B. લખેલ કાપલીઓ નંગ-૧૮ કિં.રૂા.૦૦/- તથા અલગ અલગ મેડીસીન મળી કુલ કિંમત રૂપીયા ૪૦,૦૧૧/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ છે. જે બાબતે સોનગઢ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરવામા આવેલ છે.તથા આગળની તપાસ UHC અનિલકુમાર રામચંન્દ્રભાઈ સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

સમાચારનો વીડિયો જોવા..

Related Posts
વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયત કચેરીમાં મોટો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ડુપ્લીકેશન કરવામાં આવ્યા Read more

જિલ્લા પંચાયત તાપી દ્વારા શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનુ સન્માન

સમય ક્રાંતિ ન્યૂઝ.. શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત Read more

ધરમપુરના ચવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ પાથરેલું અઢળક સૌંદર્ય તમે જોયું છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી