તાપી અને સુરત માં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બાબતે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે : રેન્જ આઈ.જી

સમય ક્રાંતિ ન્યૂઝ..

દક્ષિણ ગુજરાતમાં સુરત અને તાપી જિલ્લાના એસપી વિશેષ બંદોબસ્ત ગૃહ મંત્રાલય પાસે માંગ્યો : ધોરણ 10 અને 12 માં ની વાર્ષિક પરીક્ષા શરૂ થતી હોવાને લઈને સાથે આગામી મહાશિવરાત્રી ના કારણે વિશેષ નાઈટ પેટ્રોલિંગ સાથે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું તેમ જ અમુક વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરાયું

આગામી લોકસભા પહેલા દેશના અલગ અલગ રાજ્યમાંથી પસાર થઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં સાત માર્ચ આવી રહી છે જેને લઈને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાંથી પસાર થવાની છે તે માટે ઇન્ચાર્જ રેન્જ આઈ.જી વાબાંગ જમીર સુરત અને વ્યારા જિલ્લાના રાહુલ ગાંધીની યાત્રાળાને લઈને મહત્વના પોલીસ બંદોબસ્ત અર્થે જિલ્લા એસપી સાથે પરમાર્શ કરવામાં આવ્યું છે અને જેને લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારી પણ કરવામાં આવી છે યાત્રાને લઈને દક્ષિણ ગુજરાતના એસપીઓ દ્વારા જિલ્લાઓમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે

WhatsApp Group Join Now
Instagram Page Join Now

મણીપુર થી શરૂ થયેલી ભારત જોડો અને ન્યાય યાત્રા હવે રાજસ્થાન બાદ 7 માર્ચે દાહોદ જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે જેને લઈને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા અલગ અલગ જિલ્લાના એસપી તેમજ રેન્જ આઈ જી ઓ સાથે મીટીંગો શરૂ કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં 10 તારીખે બે જિલ્લામાં સુરત અને તાપી જિલ્લામાંથી રાહુલ ગાંધીને ન્યાય યાત્રા મહારાષ્ટ્રના નવાપુર તરફ જવાને લઈને કાયદો વ્યવસ્થા જાળવણી બાબતે દક્ષિણ ગુજરાત રેન્જના ઇન્ચાર્જ રેન્જ આઈ જીવાબાંગ જમીર પોતાના તાબા હેઠળ આવતા પાંચા જિલ્લાના એસપી સાથે ન્યાય યાત્રા પ્રવાસ બાબતે પરમાર્શ કરવામાં આવ્યું હતું ખાસ કરીને સુરત જિલ્લાના એસપી હિતેશ જોયસર અને તાપી જિલ્લાના એસપી રાહુલ પટેલ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા બાબતે વિશેષ બંદોબસ્ત માટેની માંગણી ગૃહ મંત્રાલય પાસે કરવામાં આવી છે અને યાત્રાને લઈને વિશેષ તકેદારીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના તમામ એસપીઓએ આગામી મહાશિવરાત્રી તેમજ હોળી અને દસમા બારમા ધોરણની પરીક્ષા ના બાબતે પણ નાઈટ કોમ્બિંગ સાથે વિશેષ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈને રૂટ અને જાહેર સભા પર પોલીસ બંદોબસ્ત માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે સુરત જિલ્લાના એસ.પી હિતેશ જોયસર તેમજ સુરત જિલ્લાના કલેક્ટર ડો સૌરભ પારગી તાપી જિલ્લાના એસપી રાહુલ પટેલ અને કલેક્ટર સાથે સરકારી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયા છે રાજ્ય સરકાર પણ પોતાના ગુપ્ચર વિભાગને પણ કામે લગાવી દીધું છે રાહુલ ગાંધીની ગુજરાત પ્રવાસે આવનારી કોંગ્રેસની ન્યાય યાત્રા સુરક્ષા બાબતે ગૃહ મંત્રાલય કોઈ કસર છોડવા માગતી નથી જેને લઇને ખુદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે મિટિંગનો દોર શરૂ કરી દીધો છે ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદની મુલાકાતે 12 તારીખે આવી રહ્યા છે એને લઈને પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત રેન્જ આઈ.જી ઓફિસના ડીવાયએસપી એએમ પરમાર રાહુલ ગાંધીની યાત્રા બાબતે પોલીસ બંદોસી સત્તાવાર યાદી આગામી દિવસમાં આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી