વાડી ભેસરોટ ખાતે રૂા. ૧.૩૦ કરોડનું અદ્યતન સુવિધાઓથી સજજ શાળાનું મકાન બનાવવામાં આવશે રાજયમંત્રી: કુંવરજીભાઇ હળપતિ

સોનગઢના નાની ખેરવાણ, સીંગપુર અને વાડી ભેસસરોટ ખાતે રાજયમંત્રીએ કુંવરજીભાઇ હળપતિ ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ

સમય ક્રાંતિ ન્યૂઝ..

રાજય સરકારની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને સારામાં સારી સગવડો પ્રાપ્ત થાય તેમજ બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહે એ માટે સતત પ્રયાસરત છે ત્યારે રૂા. ૧.૩૦ કરોડના ખર્ચે વાડી ભેસરોટ પ્રાથમિક શાળાનું અદ્યતન સુવિધાઓથી સજજ મકાન બનાવવામાં આવશે એમ રાજયના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજય મંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના અંતિમ દિને સોનગઢ તાલુકાની નાની ખેરવણ, સીંગપુર અને વાડી ભેસરોટ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, સીંગપુર અને બોરીસાવાર ખાતે બે નવી આંગણવાડી પણ બનાવવામાં આવશે એમ જણાવી તેમણે છેલ્લા વીસ વર્ષથી યોજાતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ફળશ્રુતિરૂપે આજે કન્યાઓ ઉચ્ચ શિક્ષણ મેળવી તમામ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી હોવાનું કહી તેમણે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે ડ્રોપ આઉટ રેટમાં ધરખમ ઘટાડો નોંધાયો છે

એમ કહ્યું હતું. ઉપસ્થિત વાલીઓ અને શિક્ષકોને શીખ આપતા તેમણે કહ્યું હતું કે, બાળકોના શિક્ષણ પ્રત્યે શિક્ષકો જેટલી જ વાલીઓએ પણ તકેદારી રાખવી પડશે તો જ સમાજ વિકાસના પંથે અગ્રેસર થશે એમ કહી તેમણે શિક્ષક જ એક એવી વ્યક્તિ છે જે બાળકમાં રહેલી પ્રતિભાને નિખારી શકે છે એમ જણાવ્યું હતું. સીંગપુરના માજી સરપંચ વિક્રમભાઇ ગામીતે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને તેના થકી શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન અંગે વિગતે સમજ આપી વાલીઓ પોતાનું બાળક પુરતું શિક્ષણ મેળવે એ અંગે વિશેષ કાળજી રાખે એવી અપેક્ષા વ્યકત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ બાળકોને શૈક્ષણિક કીટ આપી બાલવાટિકા, ધો. ૧ અને ધો. ૯માં પ્રવેશ કરાવ્યો હતો. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. મંત્રી અને મહાનુભાવોએ ગામના વયોવૃદ્ધ નાગરિકોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ઉપરાંત શાળાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના બાળકોએ વિવિધ વિષયો પર તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મંત્રી કુંવરજીભાઇ હળપતિએ વિધવા બહેનોને સાડી વિતરણ કરી સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવા, તાલુકા વિકાસ અધિકારી ડી.ડી.ગાવિત, અગ્રણી વિજયભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન વસનજીભાઇ ગામીત, નાની ખેરવાણના સરપંચ સુનિલભાઇ, સીંગપુરના સરપંચ સંગીતાબેન, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના પૂર્વ ચેરમેન વિજયભાઇ, વ્યારા સુગરના ડિરેકટર અશોકભાઇ, શાળાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોક્ષ આઇટમ-૧ સોનગઢ તાલુકાના નાની ખેરવાણ, સીંગપુર અને વાડી ભેસરોટ ખાતે યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન નાની ખેરવાણ પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં ૫ કુમાર અને ૨ કન્યા, ધો. ૧માં ૧ કુમાર અને ૭ કન્યા, પ્રાથમિક શાળા સીંગપુર ખાતે બાલવાટિકામાં ૧૩ કુમાર અને ૧૦ કન્યા, ધો. ૧માં ૧૦ કુમાર અને ૧૦ કન્યા, વર્ગ પ્રાથમિકશ શાળા સીંગપુર ખાતે બાલવાટિકામાં ૬ કુમાર અને ૩ કન્યા, ધો. ૧માં ૨ કુમાર અને ૭ કન્યા તથા પ્રાથમિક શાળા બોરીસાવારમાં બાલવાટિકામાં ૨ કુમાર, ધો. ૧માં ૨ કુમાર અને ૨ કન્યાઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જયારે પ્રાથમિક શાળા વાડી ભેસરોટ ખાતે બાલવાટિકામાં ૯ કુમાર અને ૧૦ કન્યા, ધો. ૧માં ૧૫ કુમાર અને ૧૧ કન્યાઓ તથા ઉત્તર બુનિયાદી વિદ્યાલય વાડી ભેસરોટમાં ધો. ૯માં ૧૬ કુમાર અને ૧૦ કન્યાઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

બોક્ષ આઇટમ-૨ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિને સોનગઢ તાલુકાના નાની ખેરવાણ, સીંગપુર અને વાડી ભેસરોટ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાજયના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે ૨૮ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા કન્યા કેળવણીને ઉત્તેજન મળે એ માટે જે ગામનો સાક્ષરતા દર ૫૦ ટકાથી ઓછો હોય એ ગામની ધો. ૧માં પ્રવેશ મેળવતી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.

શાળા પ્રવેશોત્સવના અંતિમ દિને મંત્રી કુંવરજીભાઇ હળપતિએ સીંગપુર પ્રાથમિક શાળામાં ધો. ૧માં પ્રવેશ મેળવણી ૧૦ કન્યાઓને, વર્ગ શાળા સીંગપુર ખાતે ધો. ૧માં પ્રવેશ મેળવતી ૭ કન્યાઓને અને વાડી ભેસરોટ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવેલી ૧૧ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કર્યા હતા.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી