સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરના સૈયદપુરા વિસ્તારમાં આજે સાંજે એક ગણપતિ મંડપ પર પથ્થરમારાની ઘટનાએ તણાવપૂર્ણ સ્થિતિ સર્જી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લઘુમતી સમુદાયના એક યુવકે ગણપતિ મંડપ પર પથ્થર ફેંક્યો હતો, જેના પગલે સ્થાનિક રહીશોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો.
ઘટનાની જાણ થતાં લાલગેટ અને ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, હિન્દુ સમાજના યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. પોલીસ આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરશે.”
પોલીસે હિન્દુ સમુદાયના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ખાતરી આપી હતી કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.