સમય ક્રાંતિ ન્યૂઝ..
ધોરણ-12 સાયન્સ પછી એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે NIT દ્વારા લેવામાં આવતી JEE Mains ની પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. જેમાં સમગ્ર તાપી જિલ્લાની તમામ શાળાઓમાંથી પી.પી.સવાણી વિદ્યામંદિર કાટગઢના 13 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થઈ IIT માટેની એડવાન્સ પરીક્ષા માટે ક્વોલિફાઇડ થયા છે. અને કુલ 72.5% જેટલું હાઈએસ્ટ રિઝલ્ટ મેળવ્યું છે. જે સમગ્ર તાપી જિલ્લા માટે ગૌરવની બાબત છે.
તેમાં
સ્નેહ અતુલભાઇ ગોર એ- 95.88PR પર્વ તેજસભાઈ ચૌધરી 95.88PR ,શુભ નય ચૌધરી 94.10 PR
અનુપ ચૌધરી એ 93.33PR,મેળવ્યા છે. શાળાના કુલ 5 વિદ્યાર્થીઓએ 90% થી ઉપર પર્સન્ટાઈલ,3 વિદ્યાર્થીઓએ 85PR થી ઉપર પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ સમગ્ર પરીક્ષા ની તૈયારી શાળાના શિક્ષકો તથા CFE KOTAના નિષ્ણાત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી મંડળ તથા આચાર્યશ્રીએે આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યને શુભેચ્છાઓ પાઠવી હતી.શાળાના પ્રાંગણમાં સન્માન સમારોહ પછી શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક ગણની આવે વિદ્યાર્થીઓ દ્વારા “શિક્ષણ ચેતના રેલી “કાઢવામાં આવી હતી જે સમગ્ર નગરમાં ફરી હતી.