દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવ કર્યા જાહેર, ગત વર્ષ કરતાં 200 રૂપિયા વધ્યા..

સમય ક્રાંતિ ન્યૂઝ..

દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત આવતો હોય તેમ આજે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા હતા. જોકે ગત વર્ષ કરતા બારડોલી અને ચલઠાણ સુગર બાદ કરી તમામ સુગરોએ 100થી 200 રૂપિયાનો ભાવ વધારો જોવા મળતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.

આવકવેરા વિભાગની નોટિસો બાદ દક્ષિણ ગુજરાતમાં સુગર ઉદ્યોગ માટે નાણાંકીય વર્ષ ૩૧મી માર્ચ કરી દેવાયું હતું. છેલ્લા બે વર્ષથી 31 માર્ચને બદલે નવા નાણાકીય વર્ષમાં ભાવ પડવાનું ખાંડ ઉદ્યોગ સંઘએ નક્કી કર્યું હતું. પહેલી એપ્રિલના રોજ ભાવ પાડવામાં આવતા આજે દક્ષિણ ગુજરાતની 7 જેટલી સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ખાંડ ઉદ્યોગમાં પણ મેન્ડેટ પ્રથા અને ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા સુગર સંચાલકોએ આ વખતે 3400 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ આ વખતે સુગર સંચાલકો ખેડૂતોની અપેક્ષા ઉપર ખરા ઉતર્યા ન હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ વખતે વર્ષ 2023 – 2024માં નવા પડેલા શેરડીના ભાવ

ગણદેવી સુગર પ્રથમ ભાવ 3606 રૂ .
બારડોલી સુગર પ્રથમ ભાવ 3423 રૂ.
ચલઠાણ સુગર 3206 રૂ.
કામરેજ સુગર 3351 રૂ.
સાયણ સુગર 3356 રૂ.
જ્યારે મઢી સુગર એ ગત વર્ષ કરતા 200 રૂ. વધુ ભાવ આપી 3225 રૂ અને મહુવા સુગર એ પણ ગત વર્ષ કરતા 100 રૂ ભાવ વધારે આપી 3233 રૂ. પ્રથમ ભાવ જાહેર કર્યો હતો.

એક સમય જ્યારે શેરડીના ભાવો ઓછા પડતા ત્યારે ખેડૂતો ઉગ્ર રજૂઆતો કરી ભાવો વધુ પડાવતા હતા. પરંતુ કેટલાક વર્ષોથી ખેડૂતોનું સંગઠન પણ નબળું પડતા અને નરમ વલણ રાખતા સુગર સંચાલકોને ફાવતું મળી ગયું અને આખરે ઓછા ભાવો પાડવાની એક પદ્ધતિ બની ગઈ છે. સુગરોને વધતા ખર્ચ સામે ખેડૂતોના ખર્ચાઓ પણ વધી રહ્યા છે. એ વાત પણ ભુલાવી ના જોઈએ. હવે આમજ ભાવો રહેશે તો આવી સુગરોને માટે આવતા વર્ષમાં યોગ્ય પુરવઠો પણ નહીં મળે તેવા હાલ એંધાણ દેખાઈ રહ્યા છે.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી