સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરત શહેરને 74માં દિવસે પોલીસ કમિશનર મળ્યાં છે. અનુપમસિંહ ગેહલોતને આજે સુરત પોલીસ કમિશનર પદે ચાર્જ સંભાળ્યો હતો. પોલીસ કમિશનર કચેરી ખાતે તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને અનુપમસિંહ ગેહલોતએ કહ્યું કે, લોકોને કાયદાનું રક્ષણ મળે અને સલામતીનો અહેસાસ થાય તે પ્રકારની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે.
ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા પ્રયાસ કરાશે
નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતએ ચાર્જ સંભાળતા કહ્યું કે,લોકોને પોલીસ સ્ટેશન લેવલે જ સંતોષ કારક જવાબ મળે તેવો પ્રયાસ કરીશું. લોકોને સલામતીનો અહેસાસ થશે. પોલીસ તંત્રને આ કાર્ય માટે ઘણી ચેલેન્જ હશે પણ અમે ટીમ વર્ક તરીકે કામ કરીશું. સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે હલ કરવા પ્રયાસ કરવામાં આવશે.
ચૂંટણીમાં ચાંપતો બંદોબસ્ત
સુરતમાં દેશના દરેક પ્રાંતના લોકો રહે છે. ગુન્હાઓ અલગ અને ગુન્હેગારોની અલગ પદ્ધતિ અહિં જોવા છે. ત્યારે પોલીસ ગુનેગારોને રોકવા માટે ટ્રેઈન થયેલી છે. અમે તે દિશામાં કામગીરી કરીશું. ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ અનિશ્ચનિય ઘટના ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરીશું. સુરત વિશ્વ નું ફાસ્ટેટ ગ્રોઇંગ સિટી છે. સમગ્ર દેશમાંથી લોકો અહીંયા આવ્યા છે. ત્યારે તમામ લોકોને સારી સુવિધા મળે રહે તેવા પ્રયાસ કરવામાં આવશે.