મતદાનના વિવિધ તબક્કાઓને ધ્યાને લઈને તાપી જિલ્લામાં ‘ડ્રાય ડે’ જાહેર કરવા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

સમય ક્રાંતિ ન્યૂઝ..

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે તાપી જિલ્લામાં મતદાન મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે ચૂંટણી-મતદાનના જુદા-જુદા તબક્કા માટે દારૂ કે તેના જેવા બીજા નશાકારક પદાર્થોના વેચાણ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામા મુજબ, મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલ, બીજા તબક્કાનું તા. ૨૬ એપ્રિલ, ત્રીજા તબક્કાનું તા. ૭ મે, ચોથા તબક્કાનું તા. ૧૩ મે અને પાંચમાં તબક્કાનું મતદાન તા. ૨૦ મે, ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ત્યારે મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચૂંટણી સંદર્ભે મતદાનના જુદા-જુદા તબક્કે મતદાનનો નિયત સમય પુરો થવાના કલાક સાથે થતા ૪૮ કલાકના સમયને “ડ્રાય ડે” જાહેર કરવા અંગે ઉલ્લેખ છે. જેમાં ફેર મતદાન (જો થાય તો) નો દિવસ પણ આવરી લેવાશે. ઉપરાંત મતગણતરી એટલે કે, તા. ૪ જુન, ૨૦૨૪ ના દિવસને પણ આવરી લેવાશે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ હુકમની અમલવારી તા. ૧૭ થી ૧૯ એપ્રિલ, તા. ૨૪ થી ૨૬ એપ્રિલ, તા. ૫ થી ૭ મે, તા. ૧૧ થી ૧૩ મે અને તા. ૧૮ થી ૨૦ મે, ૨૦૨૪ રોજ સાંજે ૦૬ કલાક દરમિયાન કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી