તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડો.વિપિન ગર્ગે બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ ચાલતી એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ ઉકાઈ, ઇન્દુ અને ખોડદા તેમજ એકલવ્ય ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલ ઉકાઇ

પ્રાયોજાના વાહિવટદારશ્રી, આદિજાતિ વિકાસ વિભાગ સોનગઢના નેજા હેઠળ ચાલતી તાપી જિલ્લાની એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ(EMRS) ઉકાઈ, ઇન્દુ અને ખોડદા, તેમજ એકલવ્ય ગલ્સ રેસિડેન્સિયલ સ્કુલ (EGRS) ઉકાઇ અને બાબરઘાટ ૧-૨ સ્કૂલના શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ની બોર્ડના પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને કલેકટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગ તથા પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગાલિયાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કલેક્ટર શ્રી ડો. વીપીન ગર્ગે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ સાથે ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી મંગલકામનાઓ પાઠવી હતી. સાથે સૌ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આ તમારો અંત નથી, આ એક શરુઆત છે. અને ટેક્લોનિજીના સમયમાં તમારે ખુબ આગળ વધવાનું છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

વધુંમા ઉપસ્થિત શિક્ષકો અને વાલીઓને પણ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પોતાના વિદ્યાર્થીઓ અને બાળકો ની રુચી પ્રમાણે તેઓ આગળ વધે તે માટે તેમનો સાથ અપવા અને તેમને પ્રોત્સહિત કરવા જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર દેશના ઉજ્જવળ ભાવિ સાથે સંકળાયેલું છે. આ ભાવિને સમયસર માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું રહે તો તેઓ ઉત્સાહપૂર્વક પોતાના પાંખો પ્રસારી ઉંચા આકાશમાં ઉડાન ભરવાની ક્ષમતા ઘરાવે છે.

નોધનિય છે કે,તાપી જિલ્લામાં ચાલતી એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ નિઝરના-17 વિદ્યાર્થીઓ તેમજ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ ઉકાઈના ૦6 વિદ્યાર્થીઓ, ઇન્દુ-૦1, એકલવ્ય ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલ બાબર ઘાટના 04 વિદ્યાર્થીઓ એમ કુલ 28 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની બોર્ડના પરીક્ષામાં એ -ગ્રેડ પ્રાપ્ત કરી સફળ થયા છે.

Related Posts
વસો પોલીસની વાન પલ્ટી ખાઇ ગઇ પણ પલ્ટી ખાઈ કેવી રીતે ગઈ ?

સમય ક્રાંતિ ન્યૂઝ.. વસો પોલીસ મથકની એક ગાડી માતર પોલીસની હદમાં આવતા માતરથી અલિન્દ્રા તરફના એક રોડ પર પલટી ગઈ. Read more

બજેટ 2024: 7.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, મોબાઈલ સોનું ચાંદી સસ્તા થશે

સમય ક્રાંતિ ન્યૂઝ.. નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ Read more

ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરાઇ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લામાં પડી રહેલા અતિ ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરે દ્વારા જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી Read more

ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી