સમય ક્રાંતિ ન્યૂઝ..
આજ રોજ તાપી જિલ્લામાં આવેલા ક્રિટીકલ મતદાન મથકો પૈકી ૧૭૧-વ્યારા વિધાનસભા મતદાર વિભાગ અંતર્ગત વ્યારા તાલુકામાં આવેલ ક્રિટીકલ મતદાન મથકોની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ
તાપી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ તાપી દ્વારા કુલ-૧૫ ક્રિટીકલ મતદાન મથકો ખાતે સંયુક્ત સ્થળ મુલાકાત કરી, ક્રિટીકલ મતદાન મથકો ખાતે પુરતી સુરક્ષા અંગેના નિવારક પગલા લેવામાં આવેલ છે તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી હતી.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.