તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના હસ્તે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો. વિપિન ગર્ગે મીડિયા સેંન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકિય વિગતોનું નિરીક્ષણ કર્યુ અને MCMC મોનિટરિંગ કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો

જિલ્લા માહિતી કચેરી,વ્યારા ખાતે લોકસભા ચુંટણી-૨૦૨૪ અંગેની રસપ્રદ માહિતી નાગરિકો,મીડિયા કર્મીઓ સહિત તમામ લોકોને મીડિયા સેન્ટર પરથી ઉપલબ્ધ થશે

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગના વરદ્ હસ્તે લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. જેને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે તૈયાર કરાયેલા (MCMC ) મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે મીડિયારૂમની પણ મુલાકાત લઈ કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડો.વિપિન ગર્ગે મીડિયા સેંન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતોને નિહાળીને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આ પ્રસંગે નોડલ અધિકારી મીડિયા અને સહાયક માહિતી નિયામક શ્રી નિનેશકુમાર ભાભોરે આચારસંહિતાનું સુપેરે પાલન કરી શકાય તે માટે રાજકીય પક્ષો-ઉમેદવારો દ્વારા થતી પ્રચાર-પ્રસારની ગતિવિધિ પર દેખરેખ રાખવા ઉપરાંત પેઈડ ન્યુઝ સંદર્ભે MCMC મોનિટરિંગ કામગીરીથી કલેક્ટર શ્રી ડો.વિપિન ગર્ગને વાકેફ કર્યા હતા. નોંધનીય છે કે, આચાર સંહિતા શરૂ થઈ ત્યારથી જ MCMC કંટ્રોલરૂમ માહિતી કચેરી ખાતે શરૂ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી તાપીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સેવાસદન સ્થિત માહિતી કચેરી તાપી, બીજા માળે મીડીયા સેન્ટરની રચના કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જેમાં લોકસભા સામાન્ય ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ,મતદાન મથકોની વિગતો,ખાસ કેટેગરીના મતદાન મથકોની વિગત,ડિસ્પેચીંગ-રીસીવિંગ સેન્ટરની વિગતો,તાપી જિલ્લાની ૨ વિધાનસભા મતવિસ્તારોના પુરૂષ-મહિલા મતદારોની સંખ્યા,નોડલ અધિકારીઓ અને ચુંટણી અધિકારીઓની ફોન નંબર સહિતની આંકડાકીય અદ્યત્તન વિગતો,ઈમરજન્સી નંબરો,વિવિધ ચૂંટણીલક્ષી આંકડાકીય ઝલક સહિતની અપડેટ માહિતી આ સ્થળેથી નાગરીકોને મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એચ.ઝાલા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી સંદિપ ગાયકવાડ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયત કચેરીમાં મોટો ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા ડુપ્લીકેશન કરવામાં આવ્યા Read more

જિલ્લા પંચાયત તાપી દ્વારા શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનુ સન્માન

સમય ક્રાંતિ ન્યૂઝ.. શૌર્યચક્રથી સન્માનિત એવા ભારતના જાંબાઝ સીઆરપીએફ જવાન શ્રી મુકેશ ગામીતનું તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત Read more

ધરમપુરના ચવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ પાથરેલું અઢળક સૌંદર્ય તમે જોયું છે..!

સમય ક્રાંતિ ન્યૂઝ.. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા Read more

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક અધિકારી અને ચાર જવાન શહીદ

સમય ક્રાંતિ ન્યૂઝ.. ડોડા (Doda) જિલ્લાના જંગલ વિસ્તારમાં સોમવારે રાત્રે આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. તેમજ Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી