તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ડો. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

સમય ક્રાંતિ ન્યૂઝ..

પત્રકાર પરિષદમાં તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.ગર્ગે ૨૩ બારડોલી (અ.જ.જા.) બેઠકના હરીફ ઉમેદવારના નામ જાહેર કર્યા

૨૩ બારડોલી (અ.જ.જા.) બેઠક ઉપર ત્રણ પક્ષના ઉમેદવારો લોકસભા-૨૦૨૪ ચૂંટણી જંગ લડશે

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડો. વીપીન ગર્ગના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકારપરિષદ યોજાઈ હતી.

પત્રકાર પરિષદને સંબોધતા કલેક્ટરશ્રી ડો. ગર્ગે જણાવ્યું કે, તા. ૧૨ થી ૧૯ એપ્રિલ, ૨૦૨૪ દરમિયાન ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હતી. ૨૩ બારડોલી (અ.જ.જા.) સંસદીય મતવિસ્તાર માટે પાંચ ઉમેદવારો દ્વારા કુલ નવ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્યાં ચકાસણી બાદ સાત(૦૭)ઉમેદવારી ફોર્મ માન્ય રખાયા હતા. તેમજ કુલ-૦૨(બે) ઉમેદવારી ફોર્મ પૈકી એક ઉમેદવારી ફોર્મ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ તથા એક ઉમેદવારી ફોર્મ ભારતીય જનતા પાર્ટીનું વૈકલ્પિક ઉમેદવારનું ફોર્મ હોવાથી અમાન્ય રાખવામાં કરવામાં આવ્યા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

જ્યારે આજે ઉમેદવારી પત્રો ખેચવાની છેલ્લી તારીખે ૨૩ બારડોલી (અ.જ.જા.) સંસદીય મતવિસ્તાર માટે એ ૦૭ ઉમેદવારી પત્રો પૈકી એક પણ ઉમેદવારી પત્ર પરત ન ખેંચતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ, ભારતીય જનતા પાર્ટીના પરભુભાઈ નાગરભાઈ વસાવા અને બહુજન સમાજ પાર્ટીના રેખાબેન હરસીંગભાઈ ચૌધરી એમ કુલ ત્રણ પક્ષના હરીફ ઉમેદવારના નામ ડો. ગર્ગે જાહેર કર્યા હતા.વધું માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગર્ગે જણાવ્યું હતું કે જિલ્લા કંટ્રોલરૂમ ખાતે કુલ ૫૩ ફરિયાદ મળી હતી. જે પૈકી MCC ને લગત ૦૫ તથા મતદારયાદીને લગત ૪૮ ફરિયાદ મળેલ છે. NGSP પોર્ટલ મારફત કુલ ૪૩ ફરિયાદ મળેલ છે. C-Vigil એપ્લીકેશન મારફત કુલ ૧૦૪ ફરિયાદ મળેલ છે. જે પૈકી ૯૬ ફરિયાદનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવેલ છે. તથા ૮ ફરિયાદ ડ્રોપ કરવામાં આવેલ છે.

તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ વિવિધ કામગીરીથી પત્રકારમિત્રોને અવગત કરાયા હતા. તેમજ તમામ મતદાન મથકોએ કરવામાં આવેલ પ્રાથમિક સુવિધાઓ, સક્ષમ એપ વીશે,પીડબ્લ્યુડીના નાગરીકો કે ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકો માટે કરવામાં અવેલી હોમ વોટીંગ વ્હીલચેર સુવિધાઓથી અવગત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની ચુસ્તપણે અમલવારી માટે જિલ્લા ચૂંટણી પંચ અસરકારક કામગીરી કરી રહી છે. મતદાન જાગૃતિ માટે સ્વીપ એક્ટિવીટીને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગર્ગે સૌ પત્રકારો મિત્રોને મતદાન અંગે પ્રચાર પ્રસાર કરી નાગરિકોને જાગૃત કરવા અપીલ કરી હતી.

પત્રકાર પરિષદમાં 23 બારડોલી સંસદીય વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી ક્રિશન કુમાર (IAS), તેમજ ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ડો. રાકેશકુમાર ભારતી (I.R.A.S.), ખર્ચ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એચ.ઝાલા, તેમજ જિલ્લા એમસીએમસી નોડલ અને સહાયક માહિતી નિયામકશ્રી નિનેશકુમાર ભાભોર તેમજ માહિતી વિભાગના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી