સમય ક્રાંતિ ન્યૂઝ..
હૈદરાબાદ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં તાપી જિલ્લાની વ્યારા 108 ની ટીમને “શ્રેષ્ઠ જીવન રક્ષક સેવાનો “રાષ્ટ્રીય સ્તરે એવોર્ડથી સન્માનિત
ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસિસ તાપી જિલ્લાની વ્યારા 108 ની ટીમને હૈદરાબાદ ખાતે યોજાયલા સન્માન સંભારંભમાં રાષ્ટ્રીય સ્તરે “શ્રેષ્ઠ જીવન રક્ષક સેવા”ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહમાં 108 ની કામગીરી ને ખુબજ બિરદાવવામાં આવી હતી.
તાપી જિલ્લાના કાળા વ્યારા ગામના 70 વર્ષના મધુભાઈ ચૌધરી અચાનક બેભાન થઈ ગયા,વ્યારા 108 મા ફરજ બજાવતા ઈમરજન્સી મેડિકલ ટેકનિશ્યિયન અરવિંદભાઈ બારૈયા અને પાઇલોટ કમલેશભાઈ ચૌધરી આ કેસમાં ઉમદા કામગીરીથી દર્દીનો જીવ બચાવ્યો હતો. જે બદલ હૈદરાબાદ ખાતે યોજાયેલ સન્માન સંભારમમાં “જીવન રક્ષક રાષ્ટ્રિય એવોર્ડ” થી તાપી જિલ્લાના વ્યારા 108 ના ઈએમટી અરવિંદભાઈ બારૈયા તેમજ પાઇલોટ કમલેશભાઈ ચૌધરી ને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ચેરમેન ડૉ. જી. વી. કે. રેડ્ડીના હસ્તે નેશનલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
પ્રસંગે ડાયરેક્ટર કૃષ્ણમ રાજુ એન વેંકટેશમ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રામ શેખર અને ગુજરાતના 108 ઈમરજન્સી સેવાના સીઓઓ શ્રી જશવંત પ્રજાપતિ તથા રાજ્યોના અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.તાપી જિલ્લો રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા બનતાં દક્ષિણ ગુજરાત (તાપી, સુરત જિલ્લાના) પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ મયંક ચૌધરી દ્વારા એવોર્ડ વિજેતાઓને ઉમદા કામગીરીને બિરદાવવામાં આવી હતી.