સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ના વાલોડ અને વ્યારા માં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપી રૂપાલા ની ટીકીટ રદ કરવાની માંગ કરી હતી જે મુદ્દે વાલોડ વિભાગ રાજપૂત સમાજ ના પ્રમુખ દ્વારા ગુરુવારના રોજ 12 વાગ્યા ની આસપાસ માહિતી આપી હતી
ગુજરાત ના રાજકોટ ની લોકસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયો બાબતે પોતાનાં વક્તવ્ય માં વિવાદિત નિવેદન કરતાં મામલો ગરમાયો છે બનાવ ને લઈ લોકસભા રાજકોટ ના ઉમેદવાર બદલવા ની માંગ સાથે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત તાપી જિલ્લા માં પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી….
ભારતીય જનતા પાર્ટી ના રાજકોટ બેઠક ના ઉમેદવાર અને મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ને લઈ નિવેદન આપ્યું હતું જે નિવેદન ને લઈ ક્ષત્રિય સમાજ માં રોષ જોવા મળી રહ્યો છે જેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાજકોટ બેઠક ના ઉમેદવાર ભાજપ બદલે તેવી માંગ કરવામાં આવી રહી છે જે અંતર્ગત તાપી જિલ્લા માં પણ વાલોડ વિભાગ રાજપૂત સમાજ અને વ્યારા વિભાગ રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લા ના વાલોડ , વ્યારા અને બારડોલી ના રાજપૂત સમાજ ના આગેવાનો અને યુવાનો સહિત વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાજકોટ ના ઉમેદવાર ને ભાજપ બદલે તેવી માંગ કરવામાં આવી હતી …