સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા વાલ્મીકિ સમાજ દ્વારા સોનગઢ પોલીસ મથકે જઈ રજૂઆત કરવામાં આવી હતી.જેમાં વાલ્મીકિ સમાજની દીકરીને તેના બે સંતાનો સાથે બદઇરાદો રાખી ભગાડી જવાના મામલે વાલ્મીકિ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
સોનગઢ ઇસ્લામપુરા ગેટ પાસે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતો પરપ્રાંતીય અનસ ઉર્ફે અન્નુ કાકર નામનો યુવક નયનદીપ કોમ્પ્લેક્સ પાસે હરિજનવાસમાં રહેતી પરિણીતાને તેની ૬ વર્ષની દીકરી અને ૫ વ્રર્ષના નાના બાળક સાથે તા.૪/૮/૨૦૨૪ના રોજ રાત્રે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ભગાડી જતાં આ મામલે પોલીસ વડાને ફરિયાદ થઈ છે. પરિણીતા અનુસૂચિત જાતિની અતિપછાત એવી હિન્દુ વાલ્મીકિ સમાજની મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ તથા ધર્મપરિવર્તન કરવાના બદઈરાદે બે સંતાન સાથે લઈ જતા અપહરણ અંગેની ફરિયાદ થઈ છે.
પરિણીતાના પતિએ આક્ષેપ કર્યો છે કે, તેની પત્ની સાથે દુષ્કર્મ આચરી પોતાની પત્ની બનાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવાના બદઈરાદે તેને લઈ આ યુવક ભાગી ગયો છે. પોતાની ૬ વર્ષની દીકરી સાથે પણ આવું જ થવાની ભીતિથી પોતે ખૂબ જ ચિંતિત તેમજ પોતાના ૫ માસના દીકરાની જાન જોખમમાં હોવાનું જણાવ્યું છે. અન્નુ ઉર્ફે અનસ કાકર ખુંખાર માનસિકતા ધરાવતો અસામાજિક તત્ત્વ હોવાની સાથે પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, અગાઉ બે વર્ષ પહેલાં અનસ કાકરનો ભાઈ સમીર કાંકર પણ એક મરાઠી મહિલાને પટાવી ફોસલાવી ભગાડી ગયો હતો.