ખેરવાડા રેન્જમાંથી વન્ય પ્રાણી દિપડા,વણીયર વિગરેની હત્યા કરી અંગોની ચોરી કરતા શિકારીઓને તાપી વનવિભાગે ઝડપી લીધા

સમય ક્રાંતિ ન્યૂઝ..

મુખ્ય વન સંરક્ષક સુરતના માર્ગદર્શન હેઠળ તાપી વનવિભાગના જાંબાઝ અધિકારીઓએ ખેરવાડા ગામના કુલ-૦૬ શિકારીઓને બાતમીના આધારે ઝડપી લઈ મુદૃદામાલ સાથે અટક કરી

તા.૧૧- તારીખ ૦૩/૦૪/૨૦૨૪ ના રોજ ખેરવાડા રેંજ કં.નં. ૪૯ માંથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ થી રક્ષિત શિડયુલ-૧ ના વન્યપ્રાણી દિપડાનો શિકાર કરી મૃતદેહ માંથી ચાર પગ, દાંત જડબા સાથે, મુંછના વાળ તીક્ષ્ણ હથિયારથી કાપી કાઢી શિકારીઓએ લઇ જઇ ચોરી કરી શિકાર થયેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જે બનાવ અંગે ખેરવાડા રેંજ ગુના રજીસ્ટર નંબર Kવપસ/૦૪/૨૦૨૪-૨૫ ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ ની કલમ-૨(૪), ૨૬P(ક), (ખ), (ગ), (ચ), (છ), (જ), (ઝ), (ટ) તથા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ-૨(૧), (૧૧), (૧૨-બી), (૧૫), (૧૬), (૨૦), (૨૫-બી), (૩૧), (૩૨), (૩૩), (૩૫), (૩૬), (૩૭), ૯, ૩૯, ૪૩, ૪૪, ૪૯(ક), (ખ),૫૦,૫૧,૫૨,૫૭ (દિપડો શિડયુલ-૧ પાર્ટ-A ક્રમ નં. ૪૩ મુજબ) હેઠળનો શિકારનો ગુનો રેંજ ફોરેસ્ટ ઓફિસર અને વાઈલ્ડ લાઈફ વોર્ડન ખેરવાડાને મળેલ સતાની રૂએ દાખલ કરેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now


જે અનુંસંધાને શિકારના ગુનાકામે ની તપાસમાં મુખ્ય વન સંરક્ષક સુરત ડો. કે.શશીકુમાર તથા નાયબ વન સંરક્ષક, તાપી શ્રી પુનિત નૈયર બન્ને ઉચ્ચ અધિકારીઓ એ બનાવના સ્થળની રુબરુ મુલાકાત કરી બનાવનો તાગ મેળવી ગુનો શોધી કાઢવા તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા ચાવીરુપ માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારબાદ આગળની તપાસમાં ગુનો શોધી કાઢવા તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરેલ જે વધુ તપાસમા અલગ-અલગ સ્થળે રેડ કરેલ અને બનાવને સંલગ્ન ઇસમોના નિવેદનો નોંધી ગુનામા સંડોવાયેલ ઇસમો સુધી પહોંચી કુલ ૦૬ ઇસમોને તારીખ ૦૮/૦૪/૨૦૨૪ ના રોજ ૧૭:૦૫ કલાકથી ૧૯:૫૦ કલાક સુધીમાં ધોરણસર અટક કરી, અટક કરેલ કુલ ૦૬ ઈસમોની પુછપરછ કરી તપાસમાં સરકારી પંચોને સાથે રાખી વધુ તપાસ અને પુછપરછ કરતા આરોપી ફતેસિંગભાઈ કાથુડીયાભાઈ વસાવા એ પોતાના ખેતરની બાજુના ગૌચરની જમીનમા ડાંગર અને મક્કાઈના પુળીયા (કુંડા)માં શિકારથી મેળવેલ દિપડાના મુંછના આરોપીઓને વાળ નંગ-૦૨ સંતાડેલી જગ્યાએથી સરકારી પંચોની હાજરીમાં શોધી કાઢી રજુ કરતા ધોરણસર શિકારથી ગુમ થયેલ મુદ્દામાલ તારીખ ૦૯/૦૪/૨૦૨૪ ના રોજ આરોપીના કબ્જા માંથી કબ્જે કરેલ.ચાલુ તપાસ દરમ્યાન રેડની કાર્યવાહીમાં અટક કરેલ આરોપીઓ પૈકી બાલુભાઈ જમશીભાઈ વસાવાના ઘરે તારીખ ૦૫/૦૪/૨૦૨૪ ના રોજ સરકારી પંચો સાથે રાખી રેડ કરેલ જેમાં સિવીયેટ (વણીયર) અનુસુચિ-૧ ના વન્યપ્રાણીના કપાયેલા પગ નંગ-૦૪ પોતાના માલિકીના મકાનમાંથી મળી આવતા ધોરણસર બીજો વધારાનો ગુનો ભારતીય વન અધીનિયમ-૧૯૨૭ ની કલમ ૨(૪), ૨૬(ક), (ખ), (ગ), (ચ), (છ), (જ), (ઝ),(ટ). તથા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ ૨(૧), (૧૧),(૧૨- બી), (૧૫),(૧૬), (૨૦), (૨૫-બી), (૩૧), (૩૨), (૩૩), (૩૫), (૩૬), (૩૭), ૯, ૩૯, ૪૩, ૪૪, ૪૯(ક), (ખ),૫૦,૫૧,૫૨,૫૭ (વણીયર શિડયુલ-૧ મુજબ) હેઠળ ખેરવાડા રેંજ ગુના રજીસ્ટર નંબર Kવપસ/૦૫/૨૦૨૪-૨૫ તારીખ ૦૬/૦૪/૨૦૨૪ થી સદર આરોપીઓ વિરુધ ગુનો દાખલ કરી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરેલ.
પકડાયેલા આરોપીઓઃ-
૧.માનસિંગભાઈ મગનભાઈ વસાવા. આ.ઉ.વ. ૪૨. રહે.ખેરવાડા, ગામતળાવ ફળીયુ.
૨. ફતેસિંગભાઈ કાથુડીયાભાઈ વસાવા. ૩. ચંદુભાઈ સોનજીભાઈ વસાવા. આ.ઉ.વ. ૬૦. રહે ખેરવાડા, ગામતળાવ ફળીયુ. આ.ઉ.વ. ૪૨. રહે ખેરવાડા, ગામતળાવ ફળીયુ
૪. માગતીયાભાઈ રુપાભાઈ વસાવા. આ.ઉ.વ. ૬૦. રહે.ખેરવાડા, જાતરા ફળીયુ.
૫. બાલુભાઈ જમશીભાઈ વસાવા. આ.ઉ.વ. ૪૫. રહે.ખેરવાડા, જાતરા ફળીયુ.
૬. કુંવરજીભાઈ ઝીણાભાઈ વસાવા. આ.ઉ.વ. ૩૫. રહે.ખેરવાડા, ગામતળાવ ફળીયુ.
કબજે કરેલ મુદૃદૃામાલઃ-
૧. સાગનું લાકડુ (૧૯૮ સે.મી. લંબાઈ ૨૪ સે.મી. ઘેરાઈ) નંગ-૦૧, જેની અંદાજીત કિંમત- ૦૦/-
૨. કલમનું લાકડુ (૧૩૭ સે.મી. લંબાઈ ૨૭ સે.મી. ઘેરાઈ) નંગ-૦૧, જેની અંદાજીત કિંમત- ૦૦/-
૩. કલચ વાયરનો ફાંસલો (૧૧૨ સે.મી. લંબાઈ) નંગ-૦૧,જેની અંદાજીત કિંમત- ૬૦/-
૪. પથ્થર (જેનું વજન- ૧૩.૩૪૬ કિ.ગ્રા.) નંગ-૦૨,જેની અંદાજીત કિંમત- ૦૦/-
૫. સીવીયેટ કેટ (વણીયર) ના કપાયેલા પગ નંગ-૦૪ જેની અંદાજીત કિંમત- ૦૦/-
૬. મોબાઈલ નંગ-૦૨, જેની અંદાજીત કિંમત- ૧૬૦૦/-
૭. વન્યપ્રાણીના મુંછના વાળ નંગ-૦૨, જેની અંદાજીત કિંમત- ૦૦/-
સદર ગુનો જંગલી મુંગા પ્રાણીઓ સબંધીત હોય જે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ મુજબ ગુનામાં સંડોવાયેલ ઇસમો તથા ગુના સબંધીત બાતમીદારોને ખાનગી ઈનામની જોગવાઈ હોય જેથી આ ગુના સબંધીત ખાનગી બાતમી આપનારને જોગવાઈ મુજબનું ઈનામ ખાનગી રીતે આપવામાં આવશે. જેથી ખાનગી બાતમીદારોએ ખાનગી બાતમી અમોને આપવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
સદર એકટ ભારતના રાષ્ટ્રિય સંપતિ એવા જંગલી મુંગા પ્રાણીઓનો વિશિષ્ટ એકટ છે. આ એકટની કલમ-પર મુજબ આ ગુનામાં ખોટી રીતે સીધા કે આડકતરી રીતે આરોપીઓને મદદ, ઉશ્કેરણી કે પ્રોત્સાહન કરનાર કે કરાવનાર કોઈ પણ નાગરિકને આ એકટની મદદગારીની જોગવાઈ લાગુ પડે છે. જેથી આ અધિનિયમની અમલવારી માં સીધા કે આડકતરી રીતે અવરોધ ઉભો કરશે તેઓ પણ આ વિશિષ્ટ કાયદાની કલમની જોગવાઈ મુજબ ગુનેગાર ગણાય છે. જેથી જાહેર જનતા સદર વિશિષ્ટ કાયદાની અમલવારી માં કોઈ બાધ ઉભો ન કરે તે બાબત પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
સદર શિકારમાં દિપડાના અન્ય ગુમ અવયવો આરોપીઓના કબ્જા માંથી મેળવવા તથા ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ પકડવા વન વિભાગ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Related Posts
મહીસાગર કલેક્ટર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરે 13 લાખની એસયુવી બુક કરાવી

સમય ક્રાંતિ ન્યૂઝ.. મહિસાગર જિલ્લામાં ચકચાર જગાવતાં કલેક્ટરના બોગસ ઓર્ડરમાં પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં સફલતા મળી છે. Read more

ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મામલે અમલસાડમાં થઈ બબાલ

સમય ક્રાંતિ ન્યૂઝ.. અમલસાડ પાસેના સરિબુજરંગ ગામે ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મુદ્દેની બબાલે ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. Read more

મીટિંગ માટે ન આવ્યા ડોક્ટર, મમતા બેનર્જી રાહ જોતા રહ્યા, કહ્યું- હું રાજીનામું આપવા તૈયાર

સમય ક્રાંતિ ન્યૂઝ.. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું તે લોકોની માફી માંગવા માંગુ Read more

અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવતી 108 ટીમ તાપી…

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા તા: 11/09/2024 બુધવારે રાત્રે 10:25 કલાકે 108 દ્વારા અતિ જોખમી સગર્ભા ની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી