તાપી આરોગ્ય વિભાગ દ્વારા ઓટા ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી દંડ ફટકાર્યો

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા આરોગ્ય વિભાગ અને સોનગઢ નગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સોનગઢ નગર ના અલગ અલગ વિસ્તાર માં સંયુક્ત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નીતિનિયમો નેવે મૂકી તંબાકુ નું વેચાણ કરતા વિક્રેતા અને જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક રાખતા વિક્રેતા ને દંડ ફટકાર્યો હતો જેમાં અધિકારીઓ સહિત આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ , મામલતદાર વિભાગ ના કર્મચારીઓ અને સોનગઢ નગર પાલિકા ના કર્મચારીઓ તેમજ પોલીસ મથક ના કર્મચારીઓ જોડાયા હતા જે કાર્યવાહી ની માહિતી બુધવારના રોજ 4 કલાકે આપવામાં આવી હતી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવા અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.સ્નેહલ પટેલના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તાપી જિલ્લાનાં સોનગઢ નગરના ઓટા ચાર રસ્તા થી કોલેજ સુધીના વિસ્તારમાં “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩”(COTPA-2003) અંતર્ગત ટાસ્કફોર્સની કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ-તાપી, નગર પાલિકા સોનગઢ, મામલતદાર કચેરી સોનગઢ, તાલુકા આરોગ્ય કચેરી-સોનગઢ અને પોલીસ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ જોડાયા હતા.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

ટાસ્કફોર્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધની કલમ ૪ અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય –કલમ-૫, કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ ૬-અ, તેમજ કલમ-૬-બ હેઠળ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બન્ને તરફ ૮૫% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી-સિગારેટનાં છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ ની કલમ-૭ વિશે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી હતી. અને તમાકુની બનાવટો વેચતા ૧૪ જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૭ જેટલા દુકાનદારોને COTPA-2003 ના કલમોના ભંગ બદલ બદલ કુલ રૂ. ૧૧૫૦નો દંડ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત નગરપાલિકા સોનગઢ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કુલ ૪ દુકાનદારોને ત્યાંથી ૪.૪૮૦Kg ૧૨૦mm થી ઓછી જાડાઈ વાળી પ્લાસ્ટીકની થેલીઓ જપ્ત કરવામાં આવી હતી અને કુલ રૂ. ૮૦૦નો દંડ સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યા હતો. આ સાથે ખૂલ્લી જગ્યામાં વેચાતા ખાધ્ય પદાર્થો વેચતા દુકાનદારોને સ્વચ્છતા અને વેચવા માટેના ખાધ્ય પદાર્થોની જાળવણી બાબતે સૂચના આપવામાં આવી હતી.

Related Posts
વ્યારા તાલુકાના એક ગામમાં રાત્રિ દરમ્યાન લુખ્ખા તત્વો એ આતંક મચાવતા ગ્રામજનોએ મેથીપાક આપ્યો.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામ માં રાત્રિ દરમ્યાન કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જેમાં Read more

IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, એકેડેમીએ તાલીમ રદ કરી તરત પાછા બોલાવવાનો આદેશ

સમય ક્રાંતિ ન્યૂઝ.. વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની ટ્રેનિંગ રદ્દ કરી Read more

આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં Read more

તાપી જિલ્લામાં ટી.ડી વેકશીનેશનનો પ્રારંભ

વ્યારાની પી.પી.સવાણી વિદ્યામંદિર સ્કુલ ખાતે ટી ડી વેકશીનેશન કાર્યક્રમ યોજાયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવાના માર્ગદશન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-છીંડીયા, વ્યારામાં Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી