સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે ગાંધીનગર જિલ્લા માંથી વ્યારા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં
વોન્ટેડ આરોપીને મંગળવારના રોજ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં સિદ્ધાંત ઉર્ફ સિંધુ રાજુ મરાથે નામના આરોપીને ઝડપી રાત્રિ દરમ્યાન રજૂ કરવામાં આવ્યો હતો.જેની માહિતી બુધવારના રોજ 10 કલાકે અપાઈ હતી.
ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા નોકરી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા- ફરતા/વોન્ટેડ આરોપી બાબતે માહીતી મેળવવા તજવીજ હાથ ધરી હતી તે દરમ્યાન એલ.સી.બી. શાખાના અ.પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ તથા હે.કો. ધર્મેશભાઇ મગનભાઇને મળેલ સંયુક્ત બાતમી કે, “વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ ચોરીના ગુનાના કામે વોન્ટેડ આરોપી સિધ્ધાંત ઉર્ફે સિંધુ રાજુભાઇ મરાઠે રહે.નવાપુર ભગતવાડી તા. નવાપુર જી.નંદુરબાર હાલમાં સરઢવ ગામ ખાતે આવેલ પોતાની પત્નીના ઘરે રહે છે” તેવી બાતમી આધારે પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા તથા એલ.સી.બી. પોલીસ માણસો સાથે ગાંધીનગર જીલ્લાના સરઢવ ખાતેથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- સિધ્ધાંત ઉર્ફે સિંધુ રાજુભાઇ મરાઠે ઉ.વ.૨૯ હાલ રહે.ગામ-સરઢવ તા.પેથાપુર જી.ગાંધીનગર મુળ રહે.નવાપુર ભગતવાડી તા.નવાપુર જી.નંદુરબાર (મહા)ને તા.૩૦/૦૪/૨૦૨૪ ના રોજ પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.