તાપી એલસીબી પોલીસે માંડળ ટોલનાકા નજીકથી તરબૂચ ની આડ માં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે 2 ને ઝડપી લીધા

સમય ક્રાંતિ ન્યૂઝ..

તાપી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે માંડળ ટોલનાકા નજીકથી ટાટા એસ ટેમ્પા માં તરબૂચ ની આડ માં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં 1 લાખ 80 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપી મધુકર માળી અને શરદ શિલક ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી સોમવારના રોજ 2 કલાકે આપવામાં આવી હતી

આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી અને તથા પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી એલ.સી.બી. અને પેરોલ- ફર્લો સ્કોર્ડના પોલીસ જવાનો સાથે સોનગઢ વિસ્તારમાં અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતા તે દરમ્યાન અ.હે.કો. બિપીનભાઇ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “એક ક્રીમ કલરનો છોટા હાથી ટેમ્પો નં.-GJ- 23-Y-7083 માં બે વ્યકિતઓ તરબુચની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્રના નવાપુર તરફથી સુરત તરફ જનાર છે” જે બાતમી આધારે સોનગઢ, ને.હા. નં.-૫૩ પર, માંડળ ટોલનાકા ખાતે સોનગઢ થી વ્યારા જતા ટ્રેક પર અલગ અલગ ટીમમાં છુટાછવાયા વોચમાં હતા. તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમીવાળો ટેમ્પો આવતા તેને સાથેના પોલીસ માણસો સાથે રોકાવી રોડની સાઇડમાં ઉભી રાખી ચેક કરતા ટેમ્પોની પાછળના ભાગે તરબુચ ભરેલ હતા જે તરબુચોને હટાવી ચેક કરતા તરબુચોની નીચે મીણીયા કોથળાઓ ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ ભરેલ હોય આરોપી (૧) મધુકર આનંદા માળી ઉ.વ.૪૪ રહે.૨૮૦, શ્રીનાથ સોસાયટી-૪ નીલગીરી ઉધના સુરત શહેર મુળ રહે-બડસાણે હનુમનજી મંદિર સામે, તા.શાંકી જી.ધુલીયા (મહારાષ્ટ્ર) (૨) શરદ ઓમકાર શીલક ઉ.વ.૪૨ રહે.૨૮૩, શ્રીનાથ સોસાયટી-૪ નીલગીરી ઉધના સુરત શહેરએ પોતાના કબ્જાની ટાટા કંપનીની ACE ટેમ્પો નં.GJ-23-Y-7083 આશરે કિ.રૂ.૧,૦૦,૦00/- મા તરબુચ આશરે ૧૦૦૦ કિલોગ્રામ જેની કિ.રૂ.૪૦૦૦/- માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની નાની કુલ બાટલી નંગ- ૭૦૫ જેની કુલ કિં.રૂ! ૭૦,૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૦૨ જેની આશરે કિ.રૂ.૫,૫૦૦/- મળી કુલ્લે રૂ.૧,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે (૨) આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now
Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી