સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે વ્યારા શહેરના સિંગિ વિસ્તાર માંથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ગીજરેસ ધોડિયા રહે, સિંગી ફળ્યું વ્યારા ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જે આરોપી વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ હોઈ જે બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે માહિતી 3.30 કલાકની આસપાસ મળી હતી.ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહને મળેલ બાતમી આધારે વ્યારા સીંગી ફળીયા ખાતેથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો- ફરતો વોન્ટેડ આરોપી- ગીજરેસ નવીન ઢોડિયા ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.વ્યારા સીંગી ફળીયુ પ્રાથમિક સ્કુલની સામે તા.વ્યારા જી.તાપીને આજરોજ તા.૧૯/૦૫/૨૦૨૪ ના રોજ પકડી પાડતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.