ઉચ્છલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીમાં સહભાગી થતા તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા

સમય ક્રાંતિ ન્યૂઝ..

પ્રકૃતિ પૂજક આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ – જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા

કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા પ્રજાજનોને અનુરોધ કરતાં ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત

સમગ્ર વિશ્વમાં આજે સામુહિક રીતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થતા તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલિમસિંહ વસાવાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું કે, જળ, જમીન અને જંગલના સંરક્ષક એવા પ્રકૃતિ પુજક આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી વસાવાએ વધુમાં ઉમેર્યુ કે, આદિવાસી સમાજને સમાજની મુખ્યધારામાં લાવવા માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ જેવી યોજનાઓ અમલી બનાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પણ આદિવાસી સમાજના દીકરા-દીકરીને ગુણવત્તાસભર શિક્ષણ, શ્રેષ્ઠ અને મફત સારવાર, ખેતી-પશુપાલન સહાય, રોજગારીની તકો, પોષણની ચિંતા તેમજ મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મુક્યો છે.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ પ્રસંગે ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે જે આપણા માટે ગૌરવની બાબત છે. સરકાર દ્વારા આદિવાસી ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલમાં છે, જેની માહિતી રાખવી અને લાભ લેવો એ આપણી જવાબદારી છે. આ સાથે ડો. ગામીતે સરકારની અનેકવિધ યોજનાનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં થઈ હતી. જેનું જીવંત પ્રસારણ તાપી જિલ્લાના નાગરિકોએ પણ નિહાળીને મુખ્યમંત્રીશ્રીના પ્રેરક ઉદબોધનથી માર્ગદર્શિત થયા હતા. સાથોસાથ કાર્યક્રમમાં આદિવાસી સમુદાય માટે સરકારની અનેકવિધ યોજનાઓ, કામગીરી અને ઉપલબ્ધિઓ દર્શાવતી શોર્ટફિલ્મની ઝાંખી પણ ફિલ્મનિદર્શનના માધ્યમથી લોકોએ નિહાળી હતી.

આ વેળાએ મહાનુભાવોના હસ્તે શિક્ષણ-ખેલકૂદ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ પ્રમાણપત્ર અને યોજનાકીય લાભાર્થીઓને યોજનાકીય લાભ-સહાય આપીને સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, પદ્મશ્રી રમીલાબેન ગામીત, ઇ. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ખ્યાતિ પટેલ, નિઝર પ્રાંત અધિકારી શ્રી જયકુમાર રાવલ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, જિલ્લા-તાલુકાના અધિકારી-કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts
માનવ સેવા એ જ માધવ સેવા ગણપતિ ઉત્સવની સાથે સાથે દાદા મોરિયા ગ્રુપ વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા સર્વે રોગ નિદાન મેગા કેમ્પ સાથે મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું

સમય ક્રાંતિ ન્યૂઝ.. વ્યારા નગરમાં આવેલ ધોડિયાવાડ વિસ્તાર જેમાં દાદા મોરીયા ગ્રુપ વિઘ્નહર્તા ગણેશ મંડળ દ્વારા ભક્તિ સાથે શક્તિ નો Read more

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાથી બબાલ, સ્થિતિ તણાવપૂર્ણ, અનેક વાહનોમાં તોડફોડ

સમય ક્રાંતિ ન્યૂઝ.. શહેરના સૈયદપુરા વિસ્તારમાં આજે સાંજે એક ગણપતિ મંડપ પર પથ્થરમારાની ઘટનાએ તણાવપૂર્ણ સ્થિતિ સર્જી છે. પ્રાપ્ત માહિતી Read more

કેન્દ્ર સરકારે પૂર્વ ટ્રેઈની IAS પૂજા ખેડકરની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત

સમય ક્રાંતિ ન્યૂઝ.. કેન્દ્ર સરકારે શનિવારે 7 સપ્ટેમ્બરે પૂર્વ તાલીમાર્થી અધિકારી પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવા (IAS)માંથી મુક્ત Read more

તાપી જિલ્લાના વ્યારા તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલીના શિક્ષિકા શ્રીમતિ ચૌધરી સંગીતાબેન દ્વારા અપાઇ રહ્યુ છે નવતર શિક્ષણ

અભ્યાસ છોડી સાસરે જતી રહેલી દિકરીઓ ફરીથી ભણે તે માટે શિક્ષણનું મહત્વ સમજાવી દિકરીઓ ને ફરી એડમિશન અપાવી ભણતર પુરું Read more

KL RAHUL L મેગા ઓક્શન પહેલા કહી મોટી વાત ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી