સમય ક્રાંતિ ન્યૂઝ..
બારડોલી લોકસભા ના ભાજપ ના ઉમેદવાર પ્રભુ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે જાહેર સભા સંબોધન કરી શક્તિ પ્રદર્શન રૂપે મોટી સંખ્યામાં વાજતે ગાજતે રેલી કાઢી ને વ્યારા સેવાસદન ખાતે ઉમેદવારી નોંધાવી હતી.
લોકસભા ની ચૂંટણી માં હાલ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવાની પ્રક્રીયા ગુજરાતમાં ચાલી રહી છે, ત્યારે 23 બારડોલી લોકસભા બેઠક માટે બીજેપી ના ઉમેદવાર અને ફરી ત્રીજી ટર્મ થી આ બેઠક પર ચૂંટણી લડી રહેલ પ્રભુ વસાવા એ આજે વ્યારા ખાતે જંગી જાહેરસભા ગજવીને શક્તિ પ્રદર્શન રૂપે વાજતે ગાજતે ડીજે ના તાલે રેલી કાઢી ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન ભર્યું હતું, આ વેળાએ મંત્રી કુંવરજી હળપતિ, ધારાસભ્ય ગણપત વસાવા, મોહન ઢોળીયા, સંદીપ દેસાઈ સહિતના સૂરત તાપી જિલ્લાના બીજેપી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, આ સીટ પર ડમી ઉમેદવાર તરીકે અર્જુન ચૌધરી એ ઉમેદવારી પત્ર ભર્યું હતું, મીડિયા ને સંબોધન દરમ્યાન પ્રભુભાઈ એ જંગી બહુમતી થી જીત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, બીજી તરફ મીડિયા દ્વારા પુછાયેલ ગ્રાન્ટ ના ખર્ચ અંગેના સવાલમાં વિપક્ષે લગાવેલા આક્ષેપનું ખંડન કર્યું અને પોતાની ગ્રાન્ટ માંથી થયેલા કામોના લેખાજોખા આપી વિપક્ષના આરોપને ફગાવ્યા હતા..