રાજ્યના ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર-બિયારણ-દવા મળે તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના સ્પષ્ટ દિશા-નિર્દેશો

સમય ક્રાંતિ ન્યૂઝ..

સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ – રિજિયોનલ સ્તરે ૩૯ ટીમો ઝુંબેશમાં જોડાઈ
———-
એકત્ર કરાયેલા બિયારણના ૫૨૪ – ખાતરના ૧૦૫ – દવાના ૮૨ એમ ૭૧૧ નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા
———-
• ૪૮૩ જેટલી નોટિસ ઈશ્યુ કરવામાં આવી.
• બિયારણ-ખાતર અને દવાનો અંદાજે રૂ. ૬.૧૫ કરોડની કિંમતનો જથ્થો અટકાવવામાં આવ્યો.
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તાયુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને આપેલા સ્પષ્ટ દિશા-નિર્દેશો અનુસાર રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ તાજેતરમાં ઉપાડવામાં આવી હતી.

આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ૩૯ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા સ્ટેટ લેવલની ૧૯ સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે દિવસ માટે સઘન ચકાસણી હાથ ધરી હતી.રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના ૫૯ ઉત્પાદકો તેમજ બિયારણના ૮૪૮, ખાતરના ૫૪૭ અને દવાના ૭૫૦ વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી મુલાકાત લેવામાં આવી હતી.

WhatsApp Group Join Now
Instagram Page Join Now

આ મુલાકાત દરમિયાન બિયારણના ૫૨૪, ખાતરના ૧૦૫ અને દવાના ૮૨ એમ કુલ ૭૧૧ નમૂના લેવામાં આવ્યા હતા અને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા.આ જે ૭૧૧ નમૂના એકત્ર કરવામાં આવેલા તેમાં કપાસના ૩૨૪ નમૂના લેવાયા હતા. તેમાંથી ૧૧૬ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા હતા.એટલું જ નહીં, સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા કપાસના ૨૪ નમૂના પૈકીના ૧૯ નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અનઅધિકૃત કપાસ તરીકે લેવાયા હતા.અત્યાર સુધીમાં ૧૧૦ આવા નમૂનાઓના થયેલા પૃથ્થકરણમાં ૧૦૧ પ્રમાણિત અને ૯ બિન પ્રમાણિત જણાયા છે. ૬૩૪ નમૂનાઓનું પૃથ્થકરણ પ્રગતિમાં છે.આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન અંદાજે ૬.૧૫ કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે જેમાં બિયારણનો ૧,૩૯,૯૭૦ કિલોગ્રામ, ખાતરનો ૧૭૫ મેટ્રિક ટન અને દવાઓનો ૧૩૨૦ કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે.

એટલું જ નહીં, આ રાજ્યવ્યાપી સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન રાજ્ય સ્તરીય ૧૯ ટીમને જોવા મળેલી અલગ-અલગ ખામીઓ ધ્યાનમાં લેતા ૪૮૩ જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.

Related Posts
ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ૨૪ તારીખે રજા જાહેર

સમય ક્રાંતિ ન્યૂઝ.. સુરત શહેર અને જિલ્લામાં વિતેલા ચારેક દિવસથી શરૂ થયેલા ભારે વરસાદ અને ઠેરઠેર ખાડીપૂરના ભયને લીધે આજે Read more

તાપી જિલ્લા કલેકટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબધ્ધ કરવા આવેદન અપાયું.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લા કલેકટરને મદ્રેસા મદીનતુલ ઉલુમ એહલે સુન્નત વલ જમાઅત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. Read more

વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સબંધના પ્રેમપ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ.

સમય ક્રાંતિ ન્યૂઝ.. તાપી જિલ્લાના વ્યારા તાલુકા કરંજવેલ ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પરણિત પુરુષ ને પરિણીતા Read more

ઘાતક નિપાહ વાયરસની રસી આવી ગઈ, માણસો પર ટ્રાયલ શરૂ..

સમય ક્રાંતિ ન્યૂઝ.. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જીવલેણ નિપાહ વાયરસની રસીનું માનવીય પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ રસીને Chadox1 Nipah Read more

સલમાન ખાનની આ 3 ફિલ્મો નવા રેકોર્ડ બનાવશે ફિલ્મ Bhool Bhulaiyaa-3 નું શૂટિંગ શરૂ કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં હશે.. કોંગ્રેસના બેંક ખાતાઓ ઉપર ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલુ LOK SABHA ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર IND Vs ENG : પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે કુલદીપે પાંચ વિકેટ ઝડપી