સમય ક્રાંતિ ન્યૂઝ..
દુબઈના શાસક અને સંયુક્ત અરબ અમીરાત (UAE)ના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની દીકરીએ સોશિયલ મીડિયા પર પોતાના ડિવોર્સની એનાઉસમેન્ટ કરતા ચકચાર મચી ગઈ છે.
મક્તૂમની દીકરી શેખા માહરા બિન્તે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી પોતાના પતિને ડિવોર્સ આપ્યા છે, જેના લીધે વધુ ચર્ચા થઈ રહી છે. હજુ બે મહિના પહેલાં જ માહરાએ દીકરીને જન્મ આપ્યો હતો.
મક્તૂમની દીકરી શેખા માહરા બિન્ત એ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રાશિદ બિન માના અલ મક્તૂમ સાથે તલાકની એનાઉસમેન્ટ કરતા કહ્યું કે
, ડિયર હસબન્ડ, જેમ કે તમે અન્ય લોકો સાથે વ્યસ્ત છો. એટલે હું આપણા તલાકની એનાઉસમેન્ટ કરું છું. હું તમને તલાક આપું છું. હું તમને તલાક આપું છું અને હું તમને તલાક આપું છું. ટેક કેર. તમારી પૂર્વ પત્ની.