નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ઉચ્છલ તાલુકામાં ૧૮ દુકાનદારોને રૂા.૩૫૦૦ નો દંડ કરાયો
સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ઉચ્છલ બજાર વિસ્તારમાં જિલ્લા કક્ષાની ટાસ્કફોર્સ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ-તાપી, મામલતદાર કચેરી ઉચ્છલ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તાપી, તાલુકા આરોગ્ય કચેરી-ઉચ્છલ, પોલીસ સ્ટેશન ઉચ્છલના અધિકારીઓ જોડાયા હતા. અલગ અલગ કામગીરી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.
નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકા વિસ્તારમાં “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩”(COTPA-2003) અંતર્ગત જિલ્લા કક્ષાની ટાસ્કફોર્સની કામગીરી કરવામાં આવી જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ-તાપી, મામલતદાર કચેરી ઉચ્છલ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તાપી, જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ, તાલુકા આરોગ્ય કચેરી-ઉચ્છલ, પોલીસ સ્ટેશન ઉચ્છલના અધિકારીઓ જોડાયા હતા. ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધ ની કલમ ૪ અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય –કલમ-૫ , કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ ૬-અ, તેમજ કલમ-૬-બ હેઠળ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બન્ને તરફ ૮૫% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી-સિગારેટનાં છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ ની કલમ-૭ વિષે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી. અને તમાકુની બનાવટો વેચતી ૨૬ જેટલી દુકાનોમાં તપાસ કરવામાં આવી જેમાંથી ૧૮ જેટલા દુકાનદારોને COTPA-2003 ની કલમોના ભંગ બદલ બદલ કુલ રૂ. ૩૫૦૦ નો દંડ કરવામાં આવ્યો તે ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તાપી દ્વારા કુલ ૫ દુકાનદારોને ત્યાંથી કુલ ૧૯ કિલો ૭૦૦ગ્રામ અખાદ્ય પદાર્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. આ સાથે ખૂલ્લી જગ્યામાં વેચાતા ખાદ્ય પદાર્થો વેચતા દુકાનદારોને સ્વચ્છતા અને વેચવા માટેના ખાદ્ય પદાર્થોની જાળવણી બાબતે સમજ આપવામાં આવી હતી.એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયત,વ્યારા- તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.