સમય ક્રાંતિ ન્યૂઝ..
આગામી ૧૫મી ઓગસ્ટ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરી શકશે
ગુજરાતના તમામ ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.ચાલુ વર્ષમાં ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪.૨૫ માટે “GROW MORE FRUIT CROPS” અભિયાન
અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરે તે આશયથી પપૈયા, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટીંગ મટેરીયલ્સમાં સહાય કોમ્પિટન્સીલ હોટીંકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવાની ખેતીમાં સહાય જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ આગામી તા.૧૫/૦૮/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આથી તાપી જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી, અરજી કર્યા બાદ દિન- ૭ ની અંદર અરજીની પ્રિન્ટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી, તાપી-વ્યારા ખાતે સમય મર્યાદામાં મોકલી આપવા તથા વધુ માહિતી માટે ddhtapi@gmail.com અથવા ટેલેફોનિક નં ૦૨૬૨૬- ૨૨૧૪૨૩ પર જાણ કરવાનું રહશે એમ નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.