સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપૂરા ગામે એક ઇસમ પર મનીષ મારવાડી ના માણસો હુમલો કરવા હથિયારો સાથે ઘૂસી ગયા હતા.જોકે ગ્રામજનોને જાણ થતાં લુખ્ખા તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા અને બરાબરનો મેથીપાક આપવામાં આવ્યો હતો.
જેનો વિડિયો શોસિયલ મીડિયામાં વાયરલ થયો છે.સમગ્ર મામલે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં દારૂનો ધંધો કરતા અને સોનગઢના જયેશ રાઠોડ ના અંગત મનીષ મારવાડી કેટલાક પોલીસ મથકોમાં વોન્ટેડ છે.તેમ છતાં પોલીસ ના વહીવટદારો દ્વારા તેને પરમિશન આપી હોવાની માહિતી મળી છે.ત્યારે સવાલ એ થાય છે કે આવા બુટલેગર ને પરમિશન આપવાનું કારણ શું ??? જોકે જે તત્વો આવ્યા હતા એ મુદ્દે હાલ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી ત્યારે નાના બૂટલેગરો ને પકડી પાડતી તાપી એલસીબી સહિત જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ મનીષ મારવાડી ને ક્યારે ઝડપી પાડી જેલ હવાલે કરે છે એ જોવું રહ્યું …