સમય ક્રાંતિ ન્યૂઝ..
વ્યારા નગરના અગ્રણી એવા ઝાકીર ભાઈ શેખ છેલ્લા બે દિવસથી ગુમ થઈ જતાં પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરી હતી પરંતુ ઝાકીર ભાઈ મળી નહિ આવતા તેમના પુત્ર દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે સમય ક્રાંતિ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો,જેમાં ઝાકીર ભાઈ ગડત ગામે trb જવાન હિતેશભાઈ માહ્યાવંશી ને નજરે પડ્યાં હતાં
અને તમને ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે પોતાની બાઈક પર લઈ ગયા હતા અને ઝાકીર ભાઈ ને પૂછ્યું હતું કે અહીંયા તમે ક્યાં તો બસ એમજ અને ક્યાં જવાના તો ધંતુરી ગામે જવાનો છું કહી અન્ય એક બાઈક પર બેસી નીકળી ગયા હતા ત્યાર બાદ સમય ક્રાંતિ ન્યૂઝ ની trb જવાન દ્વારા સમાચાર વાચ્યા તો ઝાકિરભાઈ ગુમ છે તે બાબતેની ખબર પડતાં તેમણે તરતજ વ્યારા ખાતે ફરજ બજાવતા સોહમ ભાઈ ને જાણ કરી હતી અને તેમના દ્વારા વ્યારા ડી સ્ટાફ ની ટીમ અને રાજુભાઈ જાધવની ટીમ દ્વારા ધંતુરી ગામેથી ઝાકીર ભાઈ ને શોધી કાઢી વ્યારા પોલીસ મથકે લઇ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત મળી રહી છે..